Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

માધવપુરમાં વીજળી ત્રાટકતા પિતા-પુત્ર દાઝી ગયા

પોરબંદરઃ પાતા ગામ થાન વાડી વિસ્તારમાં માલદેભાઇ લીલાભાઇ મોકરીયા તેમજ જાયણીબેન ગાંગાભાઇ મોકરીયાના ઘર પર વિજળી પડતા તેમના પુત્રો રામભાઇ માલદેભાઇ અને નાથાભાઇને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે માધવપુર લઇ ગયેલ અને તેઓની તેમજ તેમના પરીવારના લોકોને આશ્વાસન પાઠવી અને ઇજાગ્રસ્તોની સ્થળ પર જઇને ગામના હોનહાર યુવા સરપંચ ધીરૂભાઇ લાખાભાઇ પરમાર અને તલાટી એ ચાલુ વરસાદે મુલાકાત લીધી લીધેલ છે. છોકરો અને એનો બાપુજી દાઝી જતા માધવપુર સરકારી દવાખાને સારવારમાં ખસેડાયેલ વીજળી પડતા મકાનમાં નુકસાન તથા સ્થળ ઉપર સરપંચ સહિત આગેવાનોએ મુલાકાત લીધી તે તસ્વીર.

(1:02 pm IST)