Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

જૂનાગઢમાં બકરો ચોરવા આવેલ શખ્સોનો હુમલોઃ ફર્નિચર-માટલાની તોડફોડ

મારવાડી યુવાનની આઠ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ, તા. ૨૧ :. જૂનાગઢમા દોલતપરા ખાતે માર્કેટીંગ યાર્ડ પાસે ઝૂપડામાં રહેતા રાજુ લખમણભાઈ ભાટી (મારવાડી)ના ઝુપડે હનીફ ઉર્ફે જાતરો હુસેનભાઈ સેતર બકરો ચોરવા આવેલ પરંતુ રાજુભાઈ જાગી જતા હનીફે છરી બતાવીને ધમકી આપી અને તેની સાથેના સાતથી આઠ અજાણ્યા શખ્સો છરી, ધોકા, પાઈપ જેવા હથીયારો સાથે કાર અને મોટર સાયકલમાં ધસી આવ્યા હતા.

બાદમાં આ શખ્સોએ રાજુ ભાટીના ઝૂપડા બહાર પડેલ ફર્નિચરના બે ટેબલ અને ૨૦થી ૨૫ માટલા તોડી નાખી નુકશાન પહોંચાડી તમામ શખ્સો નાસી ગયા હતા.

આ બનાવની વિશેષ તપાસ પીએસઆઈ એ.એલ. બારચીયા ચલાવી રહ્યા છે.

(1:00 pm IST)