Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કચ્છમાં બર્નિગ કાર...

ભુજ, તા.૨૧: ભુજના જાહેરમાર્ગ ઉપર ઉભેલી એક કારમાં લાગેલી આગે લોકોમાં ગભરાટ સજર્યો હતો. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ભુજના ઈન્દ્રાબાઈ પાર્કથી જયુબિલી ગ્રાઉન્ડ જતાં જાહેર રસ્તા ઉપર સંતોષી માતાના મંદિર પાસે આવેલ ઉષા એજન્સી નામના શોરૂમ પાસે ઉભેલી કારમાં આગનો બનાવ બન્યો હતો.

જેમાં રસ્તા ઉપર ઉભેલી ઇન્ડીકા કારમાં એકાએક આગના ગોટેગોટા સાથે ધુમાડા નીકળ્યા હતા જેના કારણે લોકો, વાહનચાલકો અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગ કેમ લાગી એ વિશે કઇ કોઈ પણ પ્રકારની પ્રાથમિક માહિતી મળી નથી.

જોકે, આગ દરમ્યાન કોઈ પણ પ્રકારના અન્ય નુકસાનના સમાચાર નથી.ઙ્ગ ભડભડ સળગતી કાર આગને કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આગની દ્યટનાની જાણ થયા બાદ તુરત જ ભુજ નગરપાલિકાની ફાયરફાઈટરની ટીમે દ્યટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

(11:57 am IST)