Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ખાંભાના મુંજયાસરમાં ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડો પાંજરે પૂરાયો

અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને સફળતા મળી છે.

ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે પ-૩૦ કલાકે નનુબેન રામભાઇ પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા.

ત્યારે વૃદ્ધાના પરીવાર દ્વારા વૃદ્ધાની શોધખોળ હાથ ધરતા એક વાડીમાંથી જુવારના પાકમાંથી વૃદ્ધાની ડેડબોડી મળી આવી હતી બાદ વૃદ્ધાને પી એમ અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદ ખાંભા વન વિભાગના આરએફઓ પરિમલ પટેલ તેમજ ફોરેસ્ટર જુનેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી અને બે પાંજરા દીપડાને પકડવા મુકયા હતા.

વન વિભાગની કામગીરીના કારણે આ માનવક્ષી દીપડો ૪ કલાકે પાંજરે પુરાઇ જતાં મુંજયાસરના ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

(11:49 am IST)