Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગીર સોમનાથ જિલ્લામાં તળાવો ચેકડેમો ભરાતા ખેતી બમણી થશેઃ ખેડૂતોમાં ખુશી

પ્રભાસ પાટણ તા.૨૧:ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરના સારા વરસાદને લીધે પાણીનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે. ખેતીને પાણીના તળ ઉંચા આવતા ફાયદો થશે.

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ ડેમ ઉમરેઠી,હિરણ-૧,મચ્છુન્દ્રી, શિંગોડા,રાવલ ડેમ ઓવરફ્લો ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નવ સાધ્ય થયેલા તેમજ મનરેગા હેઠળ બનેલા ચેકડેમ ઉપરાંત સિંચાઈ વિભાગના ચેકડેમો છલકાઈ ગયા છે. જંગલ વિસ્તારના ચેકડેમો પણ ભરાયા છે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થયેલા કામોના ઙ્ગસારા પરિણામો આવ્યા છે. તાલાળાના આંબળાશ ગામે ઉંડા થયેલા તળાવમાં પાણી ભરાતા નજીકમાં ખેતી કરતા શ્રી માંઢાભાઈ રબારીએ આનંદ વ્યકત કર્યો હતો. તેઓએ કહ્યું કે,મારે ૧૦ વિધાનો બગીચો છે. આ તળાવને લીધે પિયતની સુવિધા વધશે. આમ જિલ્લામાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

(11:42 am IST)