Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ધોરાજીના વેગડી ગામે જંગલી સુવરનો હૂમલો

કિશોરભાઇ વાઘેલાને જૂનાગઢ ખસેડાયા

ધોરાજી તા. ર૧ :.. ધોરાજી નજીક આવેલ વેગડી ગામે ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂત કિશોરભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા ઉ.૬૦ સવારે વાડીએ કામ સબબ જતા વાડીએ જંગલી સુવરે જોરદાર હૂમલો કરી બચકાઓ ભરી લેતા લોહી નીતરતી હાલતમાં ૧૦૮ માં ધોરાજીની સરકારી હોસ્પીટલે આવતા સારવાર બાદ ગંભીર હાલતમાં જૂનાગઢ રીફર કરેલ હતાં.

જામકંડોરણા પંથક અને ધોરાજી વિસ્તારો જંગલી સુવરો અને ભુડનો ત્રાસ વધી ગયેલો છે. તાજેતરમાં જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂત હિતેસભાઇ સાવલીયા જંગલી સુવરનો ભોગ બનેલ અને તેની સહી સુકાય નથી ત્યાં ફરી વેગડી ગામના ખેડૂત પર જંગલી સુવરે હૂમલો કરતા રાત્રીના વાડીએ રહેતા મજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થઇ ગયેલ છે.

આ અંગે વન તંત્રએ આળશ ખંખેરી આવા જંગલી સુવરોનો યોગ્ય નીકાલ કરવો જોઇએ જેથી નિદોષ ખેડૂતોની જીંદગી ન જોખમાય.

(11:35 am IST)