Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

મોરબી-માળીયાની બોલેરો ચોરીના મુખ્ય આરોપીનો પોલીસે કબ્જો લીધો

મોરબી, તા. ૨૧ :. મોરબી એ-ડિવીઝનમાં આઠ પહેલા અને માળિયા પોલીસમાં ૫ વર્ષ પહેલા થયેલી બોલેરો કાર ચોરીમાં મુખ્ય આરોપીનો એ-ડિવીઝન પોલીસે કબ્જો લઈ ધરપકડ કરી હતી.

એ-ડિવીઝન પી.આઈ. આર.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ એ-ડિવીઝન ટીમના મણીલાલ ગામેતી, રસિકભાઈ પટેલ, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શકિતસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, નિર્મલસિંહ જાડેજા, જયપાલભાઈ લાવડીયા અને રણજીતભાઈ ગઢવી સહિતની ટીમે વર્ષ ૨૦૧૧માં મોરબીમાંથી એક બોલેરો કાર ચોરી થઈ હતી. જેનો મુખ્ય આરોપી હાજીભાઈ હાસમભાઈ સમા રહે. આધોઈ, તાલુકા ભચાઉવાળો બાડમેર પોલીસ પાસે હોવાથી જેને ત્યાંથી લાવી અને પૂછપરછ કરતા માળિયા પોલીસ મથકની વર્ષ ૨૦૧૪ની ચોરીમાં પણ તેની સંડોવણી હતી તેમજ મોરબી, રાજકોટ, જામનગર, ચોટીલા, ભૂજ, ભચાઉ, વલસાડ, ખંભાત, સુરત, અમદાવાદ અને વિરમગામ સહિતના ગામોમાં તેની ચોરી કરી ચૂકયો છે તેમજ આ આરોપી ગુનાહીત માનસ ધરાવે છે અને વાંકાનેરમાં પણ ચોરી કરી હોવાનું ખૂલ્યુ છે. આરોપી કાર ભાડે રાખી પછી ડ્રાઈવર ઘેનની ગોળી પીવડાવી કાર ચોરી કરતો હોવાનું ખુલવા પામ્યુ છે.

(11:33 am IST)