Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગોંડલના બંધીયાના સરપંચે જીવનું જોખમ હોવાનું સોંગદનામુ કર્યુઃ ભાજપ અગ્રણી સામે આક્ષેપ

ભાજપ અગ્રણી ષડયંત્ર રચી માદક પદાર્થો કે હથિયારો રખાવી ખોટી ફરીયાદ કરાવી શકે છેઃ સરપંચ ઓમદેવસિંહ વાઘેલાના સોગંદનામાથી ગોંડલના રાજકારણમાં ગરમાવો

ગોંડલ તા. ર૧ : ગોંડલ બંધીયા ગામના સરપંચે જીવનું જોખમ હોવાનું સોગંદનામું કરતા તાલુકાના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

ગોંડલ તાલુકાના બંધીયા ગામના સરપંચ ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ સોગંદનામુ કરી જણાવ્યું હતુંક ે તેઓ અને તેઓના પરિવારને ગોંડલના એક ભાજપના આગેવાનની જાનનું જોખમ છે. થોડા સમય પહેલા મોબાઇલ ઓડિયો કિલપ વાયરલ થયેલ હોયજેનો રાગદ્વેષ રાખી  ભાજપના આગેવાન દ્વારા બંધિયા ગ્રામ પંચાયતના સદસ્યોને દબાણ કરી તેઓ વિરૂદ્ધ અવિશ્વાસનનો પ્રસ્તાવ અપાવવામાં આવ્યો છે.

ભાજપના આ આગેવાન અમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી માદક પદાર્થો ગેરકાનુની હથિયારો કે અન્ય શખ્સે દ્વારા ખોટી ફરીયાદ કરાવી અમારા વિરૂદ્ધ ખોટા ગુનાઓ નોંધાવી શકે તેમ છે તેથી અમો સોગંદનામુ કરી રહ્યા છીએ આ સોગંદનામું દફતરી રેકોર્ડમાં કાયમી સ્તરે નોંધણી કરી રાખવા અંતમાં માંગ કરી હતી. બંધીયા ગામના સરપંચ દ્વારા  ભાજપના એક આગેવાન વિરૂદ્ધ  સોગંદનામું કરાતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.(૬.૧૮)

(3:24 pm IST)