Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરેન્દ્રનગર એસટી ડેપોના નબળા કામની ફરિયાદથી અધિકારીઓ નિરીક્ષણ માટે દોડી આવ્યા!

અધિકારીઓએ બાંધકામ સાઇટનું નિરીક્ષણ કરી કામ ઝડપી કરવા તાકીદ કરી

વઢવાણ,તા.૨૧: શહેર ના જાગૃત નાગરિકે એ સુરેન્દ્રનગર ડેપોના ટેમ્પરરી ST ડેપો હાલ પૂરતું નવું વર્ષ છાપરું ઊભું કરવા માટે ૧૫ લાખ થી વધુ ખર્ચ થાય તે પણ ત્રીજી વખત બનાવે છે હજી ખાતર્મુત નો ૫ ફૂટના ખાડા માટે મોટા ઉપાડે ૧૦ લાખ નો ડમ ઉભો કરીને વાજતે ગાજતે ઉદ્ઘાટન કરેલ ત્યારે સુરેન્દ્રનગની જનતા નવા ડેપોની આશા જાગી પરંતુ આ આશા પણ ઠગારી નીવડી પ્રજાને ફરીથી છેતરી ગયાનો અહેસાસ થયો આમ ૬ માસ પછી ફરીથી છાપરું બનવાની તૈયારી કરી પણ તેમાં પણ ભસ્ટચાર કરવાનું ષડયંત્ર રચ્યું અત્યારે હાલ માં જે કામ કરે છે.

આ કામની સાઇટ ઉપર અધિકારીઓ કે એન્જીનીયર st ના બાંધકામ ખાતાના હાજર નહીં રહેતા નબળી ગુણવત્ત્।ા વાળો માલ વાપરીને સેન્ટિગમાં માત્ર સળિયા ઉભા કરે છે તેપણ સળિયાના કટકા સિમેન્ટ બોકસ માં ઉભા કરીને પાયો ઉભો થાય છે જયારે આ છાપરું બનશે ત્યારે લોકો માટે સલામતી નથી કે મોટો અકસ્માત બનશે ત્યારે કોણ જવાબદાર માટે તાતલીક ધોરણે આ કામ બંધ રાખવું જોઈએ તેવી માંગ ઉઠી હતી. ત્યારે તે પગલે તપાસ નો ધમધમાટ સરુ થયો હતો.

સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં હાલ મુસાફરો બે પતરાના શેડના આધારે મુસાફરી કરી રહ્યા છે. ત્યારે તા. ૧૭ સપ્ટેમ્બરને સુરેન્દ્રનગર એસટી ડેપોમાં રાજકોટ વિભાગના વિભાગીય નિયામક વાય.કે.પટેલ, કાર્યાપાલક ઇજનેર ઝોન-૨દ્ગક્ન એચ.આર.મોરધરા સહિતના અધિકારીઓની ટીમ મુલાકાત લીધી હતી. અચાનક એસટી અધિકારીઓની બસ ડેપોમાં મુલાકાતથી કર્મીઓમાં દોડધામ મચી હતી. પરંતુ આ અધિકારીઓ બસ સ્ટેશન મુલાકાત તેમજ સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હોવાનું બહાર આવતા કર્મીઓ અને અધિકારીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

આ અધિકરીઓની ટીમ દ્વારા નવા બનનાર બસ સ્ટેશન અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત હાલ બનતા નવા પીકઅપ સ્ટેન્ડને ઝડપથી બનાવવા માટે જણાવાયુ હતું. જયારે બસ સ્ટેશનના વર્કશોપ એરીયામાં પણ ડેપો મેનેજર ઓફિસ, વહિવટી શાખા, વી.ઇ.ઓફિસ વગેરે દૂર કરવી. અને તેની જગ્યાએ નવી ઓફિસો બનાવવા અંગે આયોજન કરી સૂચના આપવામાં આવી હતી. આ સમયે એસટીના ત્રણેય યુનિયનના પ્રમુખો ગીરીરાજસિંહ ઝાલા, વિપુલભાઈ વ્યાસ, કિશોરસિંહ પરમાર, એસટી સલાહકાર બોર્ડના સદસ્ય વનરાજસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:32 am IST)