Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ વરસાદ, મસ્જિદ ઉપર વીજળી પડી, ભુજમાં અસહ્ય ઉકળાટ અને ગરમી

ભુજ,તા.૨૧: કચ્છમાં ફરી ગઈકાલે મોડી સાંજે ભાદરવાના ભુસાકાનો અનુભવ થયો હતો. સાંજે માંડવી શહેર અને બાજુમાં આવેલ બીદડા પંથકની આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે જોરદાર ઝાપટા પડ્યા હતા. વીજળીની ગાજવીજે લોકોને ગભરાવી મુકયા હતા. વરસાદ જોકે માત્ર અડધો ઇંચ જ પડ્યો હતો પણ માંડવીની મુખ્ય બજારમાં આવેલ જામા મસ્જિદના મિનારા ઉપર કડાકા વીજળી પડતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વીજળીના કારણે મસ્જિદના મીનારાને નુકસાન થયું હતું, જયારે વીજ ઉપકરણો બળી ગયા હતા. ભારે પવનના કારણે માંડવીના ધાશુરા ચોકમાં એક વૃક્ષ પડી ગયું હતું. ભાદરવાના ભુસાકાનો બીજો અનુભવઙ્ગ ઙ્ગમુન્દ્રાના ગ્રામ્ય પંથકના અમુક ગામો માં થયો હતો બાબિયા અને શિરાચા ગામમાં જોરદાર ઝાપટા તથા કયાંક કયાંક ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જોકે, ગરમીએ ભુજના લોકોનો વારો કાઢી નાખ્યો હતો. ૩૬.૪ ડીગ્રી તાપમાન સાથે અસહ્ય ઉકળાટ વચ્ચે ગઈકાલે ભુજમાં ભારે બફારો અનુભવાયો હતો.

(11:25 am IST)