Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ગોંડલના પી.આઇ. વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ દાખલ નહિ કરતાં ઉચ્ચ અધિકારીઓ સામે માનવ અધિકાર સમક્ષ અરજી

ગોંડલ, તા. ર૧:  સાથણી ની ખેત જમીન અંગે અને ૧૯૭૧ થી ૨૦૧૦ અનુ.જાતિ તથા જનજાતિ સમાજ ને ફળવામાં આવેલ ખેત જમીન જેમની ખેડૂત પોથી સન ૧૯૯૫ થી ગુજરાત રાજય જમીન મહેસુલ અધિનિયમ મુજબ સુધારા કર્યાં મુજબ દસ્તાવેજ ધરાવતા ખેડૂતો ને જમીન અંગે કોઈ પણ જાતની નોટીસ બજવણી કર્યા વગર જેતે સમયે તલાટી મંત્રી સહિતના એ ખેડૂતોને વિશ્વાસ માં લીધાવગર પંચ રોજકામ કરીને ખેત જમીનો ખાલસા કરીને શ્રી સરકારમાં નોંધ કરી લીધી હોવાથી જે અંગેની સામાજીક કાર્યકર કરશનભાઇ મીઠાભાઈ મકવાણા એ ઉચ્ચ અધિકારીઓ ને ન્યાય આપવા અંગે માગણી કરતી અરજી કરી હતી અન્યથા આત્મવિલોપન કરવાની ફરજ પડશે તો તેમની જાણ પત્ર દ્વારા સરકાર માં કરવામાં આવશે તેવું સ્પષ્ટ પણે અરજી માં જણાવ્યું હોવા છતાં ગોંડલ સિટી પી એસ.આઇ ઠાકોરે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ થી અરજદાર નેઙ્ગ આરોપી બનાવી ને તેમના વિરુદ્ઘ સી.આર. પી.સી.કલમ ૧૦૭ મુજબ મોટી રકમના જમીન તથા લાબીમુદત ના જામીન લેવા તેમજ ચાલતા કેસ દરમિયાન સી. આર. પી.કલમ ૧૧૬(૩) મુજબ તેટલીજ રકમ અને તેટલાસમયના જામીન લેવા ગોંડલ કોર્ટમાં ફરિયાદ દાખલ કારેલ હતી અને ચાલતા કેસ માં પુરાવાની જરૂર પડ્યે મારો હક કાયમ રાખવા અંગેની અરજદાર વિરુદ્ઘ ખોટી ફરિયાદ કરી પરેશાન તેમજ માનસિક ત્રાસ આપેલો હતો જે કેસ ગોંડલ કોર્ટ માં ચાલીજતા રજીસ્ટ્રેરે થી કમી કરવાનો હુકમ કરેલ હતો ત્યારે અરજદાર ને ખોટી ફરિયાદ ને લઈને તંત્ર દ્વારા પરેશાન કરતા હોવાથી અરજદારે માનવ અધિકાર અદાલત ના દ્વાર ખખડાવી ને પાંચ અધિકારીઓ વિરુદ્ઘ ૧ /૨૦૧૯ થી અરજી રજીસ્ટર કરતા આગામી તા.,૧૯ ના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે જેમને કારણે તંત્ર માં હડકંપ મચી જવા પામ્યો છે.

બંધારણ માં બક્ષેલ માનવ અધિકાર નો સામાજીક કાર્યકર કરશનભાઇ મકવાણાએ ગોડલ સીટી પી.એસ.આઈ ઠાકોર વિરુદ્ઘ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ દાખલ કરવા અંગે ગોડલ સીટી પોલીસ ના પરવાનાબેન મુજારીદહુશેન .પી.આઈ.રામાનુજ. એસ.સી. એસ.ટી. સેલના શ્રુતિ મહેતા પોલીસ અધિક્ષક તેમજ બી.જે.ચુડાસમા ને અરજી આપેલ તેમ છતાં પગલાં લેવામાં ન આવતા ઉપરોકત પાંચ અધિકારીઓ વિરુદ્ઘ ૧/૨૦૧૯થી માનવ અધિકારી અદાલતમાં રજીસ્ટર કરી હતી.

કરશનભાઇ મકવાણાએ રજીસ્ટર કરેલ અરજી માં જણાવ્યું હતું કે. ગોડલ મામલતદાર કચેરી ખાતે આર.ટી.આઈ. મુજબ અરજી આપેલ જે અરજી ની માહિતી આપવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ હતી અને અમો આત્મવિલોપન કરવાના નથી જરૂર પડશે તો અગાઉ થી લેખીતમા જાણ કરશું તેવુ જણાવેલ હતું તેમ છતાં પી.એસ.આઈ ઠાકોર ફરીયાદી બની ગોડલ કોર્ટ માં ચે. કેસ.નં.૧૩૯/૨૦૧૯ થી ગત તા. ૧૮/૩/ના રોજ દાખલ કરવામાં આવેલ જે કેસ ગોડલ કોર્ટમા ચાલી જતાં રજીસ્ટરે થી કમી કરવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસ બાબતે કોર્ટમા સમન્સને અનુસરીને હાજર ન રહેતા ફરિયાદી પીએસઆઈ ઠાકોર વિરુદ્ઘ કાયદેસર ના પગલાં ભરવા મામલતદાર સહિતના ને લેખિત ફરિયાદ કરતાં આજ દિવસ સુધીઙ્ગ નોંધવામાં ન આવતા એટ્રોસીટી એકટ નિયમો ૧૯૯૫ નિયમ-૫માં ફરિયાદ લેવા અંગેની જોગવાઇ છે તેમના વિરુદ્ઘ નુ વર્તન ગુનાહિત કૃત્ય છે તેવુ અરજી માં ટાકી માં માનવ અધિકારી અદાલતમાં ૧/૨૦૧૯ થી રજીસ્ટર કરેલ જેમની સુનાવણી આગામી તા. ૧૯ ના રોજ મુકરર રાખતા તંત્ર માં હડકંપ મચી ગયો હતો.

(11:25 am IST)