Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

તળાજાના બોરડા નજીક આવેલા કોદયા ગામે વધુ એક દિપડો પાજરે પુરાણો

કોદયા ગામે ૧૦ દિવસ થી દિપડો ગાય વાછરડા ઉપર હુમલો કરી રહ્યો છે

તળાજા તાલુકાના બોરડા નજીક આવેલા કોદયા ગામે ૧૦ દિવસ થી દિપડો ગાય વાછરડા ઉપર હુમલો કરી રહ્યો હતો અને લોકોમા ફફડાટ ફેલાયો હતો જયારે ગામ સરપંચ અને સમગ્ર ગામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગ મામલતદાર કચેરી ખાતે લીખીત જાણ કરી હતી અને દિપડા ને તાકીદે ઝડપી પાડવા ચિમકી આપી હતી

   ફોરેસ્ટ વિભાગ હરકત મા આવ્યુ હતું અને પીજરા મુકવામાં આવ્યા હતા જયારે સવારે દિપડો પાજરે પુરાણો  અને લોકો ની મહેનત રંગ લાવી હતી અને સમગ્ર પંથકમાં રાહત નો દંમ લીધો હતો ફોરેસ્ટ ઓફિસર અને અશોકશિંહ. હિરાભાઈ. દસરથશિંહ ટીમ ઘટના સ્થળે દોડી સાખડાસર નર્સરી મા લાવી જરૃરી તપાસ હાથ ધરી હતી.

 
(12:51 am IST)