Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જૂનાગઢ-ગીર સોમનાથ પંથકમાં હળવો વરસાદ : બીલખા પંથકમાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ ગ્રામ્યમાં જોરદાર ઝાપટા: ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા

રાજકોટ :ભારે બફારા બાદ જુનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે

   ખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જયારે ગીર સોમનાત તથા તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. 

(5:46 pm IST)