Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મગફળીકાંડમાં મગન ઝાલાવાડિયા અને ગુજકોટના અધિકારીઓ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં વધુ એક ગુન્હો નોંધાયો

ગોંડલ રામરાજય જીનીંગમાં આગ લાગી હતી ત્યારે બાજુમાં આવેલ જિનિંગમાં સલામત પડેલ મગફળીની બોરીની ગણતરી કરતા ૨૯૫૫ ગુણીની ઘટ આવતા ગુજકોટના અધિકારીઓની સુચનાથી તરઘડીની મંડળીમાંથી મગફળી ખરીદી જીનીંગમાં રાખી દેવાઇ'તી : ગુજકોટના અધિકારીઓએ ૪૦ લાખનું પેમેન્ટ મગન ઝાલાવડીયાને મોકલી મગફળી ફરી ગોડાઉનમાં રખાવી દીધી'તીઃ રાજકોટના બારદાન કાંડમાં પકડાયેલ મગન ઝાલાવડીયાની કેફીયતના આધારે વધુ એક કૌભાંડ ખુલ્યું: ગોંડલ પોલીસ મગન ઝાલાવડીયાનો જેલમાંથી કબ્જો લેશે

ગોંડલ-રાજકોટ, તા. ,ર૧ :  ગુજરાતમાં ચકચાર બનેલ મગફળી કાંડ અને છેલ્લા કેટલાક સમયથી પોલીસ હવાલે થયેલ મગન ઝાલાવાડિયા સામે ગોંડલ પોલીસ મથકમાં મગફળીની ૨૯૫૫ બોરી નો ઉચાપતનો કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મગફળી કાંડ ની શરૂઆત કરીએ તો ગોંડલના ઉમવાળા રોડ ઉપર આવેલ રામરાજય જીનિંગ મિલમાં  ગત જાન્યુઆરી માસમાં આગ લાગવાથી ં આશરે ૨૮ કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. ં ત્યાર બાદ જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેમાં  ગુજરાત વેર હાઉસીંગ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડીયા સહીત ર૪ થી વધુ આરોપીઓની સંડોવણી ખુલતા તમામની ધરપકડ કરાઇ હતી.

ત્યાર બાદ રાજકોટના માર્કેટ યાર્ડમાં બારદાનનો જથ્થો સળગાવી દેવાના બનાવમાં મગન ઝાલાવડીયાની સંડોવણી ખુલતા તેની સામે ગુન્હો દાખલ કરી રાજકોટ બી ડીવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરી રીમાન્ડ પર લેવાયો હતો. રીમાન્ડ દરમિયાન  રાજકોટ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર આર એસ ઠાકરની પૂછપરછમાં મગન ઝાલાવાડિયાએ એવી કબુલાત આપી હતી કે  ગોંડલ રામરાજય જીનિંગ મિલમાં આગ લાગેલ ત્યારે બાજુના ગોડાઉનમાં પડેલ  મગફળીના જથ્થાની ગણતરી કરાતા ૨૯૫૫ મગફળીની બોરીની ઘટ આવી હતી. આ અંગે મગન ઝાલાવડીયાએ ગુજકોટના અધિકારીઓને જાણ કરતા ગુજકોટના અધિકારીઓએ તાબડતોબ ૪૦ લાખ મોકલાવી મગફળી ખરીદ કરવાની સુચના આપતા મગન ઝાલાવડીયાએ પોતાની જ તરઘડી સહકારી મંડળીમાંથી ર૯પપ ાગફળીની ગુણીની ખરીદી કરી ગોંડલના ગોડાઉનમાં રાખી દીધી હતી. આ રીતે મગન ઝાલાવડીયા અને ગુજકેોટના અધિકારીઓએ ર્પુર્વયોજીત કાવત્રૂ રચી  ગોંડલ ગોડાઉનમાંથી ર૯પપ ગુણી બારોબાર વેચી નાખી ઉચાપત કરી હતી અને બાદમાં ભાંડો ફુટતા મગફળીનો જથ્થો ખરીદી ગોડાઉનમાં પુનઃ રાખી દીધી હતી.

આ કબુલાતના આધારે રાજકોટ બી ડીવીઝનના પીઆઇ આર એસ ઠાકર દ્વારા ગોંડલ પોલીસ મથકમાં મગન ઝાલાવાડિયા  તથા તપાસમાં ખુલે તે ગુજકોટના અધિકારીઓ વિરુદ્ઘ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પી.આઈ રામાનુજ દ્વારા જ્ઞ્ષ્ટણૂ કલમ ૪૦૯, ૧૨૦ બી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

 મગન ઝાલાવાડિયા દ્વારા મગફળીની બોરીની ઉચાપતમાં કેટલાક ગુજકોટ ના અધિકારીઓની પણ સંડોવણી હોય તપાસમાં નામ ખુલ્યે તેઓની ધરપકડ કરાશે. હાલ  મગફળી કાંડનો માસ્ટર માઇન્ડ મગન ઝાલાવડીયા જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લઇ ધરપકડ કરાશેે તેમ  ગોંડલ સિટી પોલીસના ઇન્સ્પેકટર શ્રી રામાનુજે જણાવ્યું હતું.

(3:35 pm IST)