Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ધોરાજીમાં નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુનું શંકાસ્પદ મોત

લોહીલુહાણ હાલતમાં બંધ મંદિરની અંદરથી લાશ મળી : મોતના કારણ અંગે તપાસ

પ્રથમ તસ્વીરમાં મહંતનો ફાઇલ ફોટો બીજી તસ્વીરમાં મંદિરે ઉમેટેલા ભકતો નજરે પડે છે.

ધોરાજી તા.૨૧: ધોરાજીના નરસંગ મંદિરના મહંતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુના મોતથી ભાવિકોમાં ઘેરો શોક છવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર સફુરા નદીના પુલ નીચે આવેલા શ્રી નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુનો મૃતદેહ મંદિરની અંદર લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની જાણ ધોરાજી પાલિકા પ્રમુખ બી.એલ. ભાસાએ પોલીસને કરી હતી.

જેથી જેતપુરના ડીવાયએસપી શ્રી ભરવાડ, પી.આઇ. શ્રી ઝાલા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

મૃતક પૂ. લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો છે. જો કે મંદિર બંધ હાલતમાં હતુ અને તેના શરીર પાસે રહેલ એક કપડુ સળગેલી હાલતમાં મળ્યું છે તેથી મહંતની હત્યા થઇ છે કે અન્ય કોઇ રીતે મોત થયું છે? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મહંત લાલદાસબાપુએ ઘણા વર્ષો પહેલા અહી આવીને અવાવરૂ જગ્યા ઉપર થતા અસામાજીક કામ બંધ કરાવ્યા હતા અને અહીં આશ્રમનું નિર્માણ કર્યુ હતું.

(3:35 pm IST)
  • અમરેલી જીલ્લાના જંગલમાં ૧૧ સિંહોના મોત પ્રકરણમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ : ગીર જંગલના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જમાં ૧૧ સિંહોના મોતની ગંભીરતાને લઇ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીર પહોંચ્યાઃ ગુજરાત વન વિભાગના પીસીસીએફ વાઇલ્ડ લાઇફ અક્ષય સકસેના, વિજિલન્સ આરએલ મીના, સીસીએફ વાઇલ્ડ એસી પટેલ સહિતના અધિકારીઓ ધારીમાં અલગ અલગ જગ્યાએ ૬ બાળ સિંહ, ૩ માદા સિંહણ અને ર સિંહના મોત : ૩ બાળ સિંહના ઇનફાઇટમાં, ૩ના સારવાર દરમિયાન, ર બીમારીથી અને ૩ના ફેફસા અને લીવરમાં સંક્રમણના કારણે મોત થયાનું તારણ બહાર આવ્યું છે access_time 3:31 pm IST

  • રાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST