Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કર્મચારીને ગ્રેચ્યુટી મળવી તે તેનો બંધારણીય હક્ક છેઃ મહત્વનો ચુકાદો

જામનગર મહાનગર પાલીકા દ્વારા થયેલ અપીલ રદ

રાજકોટ તા ૨૧ : જામનગર મહાનગરપાલીકાના કર્મચારીની સામે કરવામાં આવેલ ગ્રેચ્યુટી અપીલ એપેલેટ ઓથોરીટી રાજકોટે રદ કરી હતી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, જામનગર મહાનગરપાલીકાના કર્મચારી પન્નાબેન શેઠ જામનગર મહાનગરપાલીકામાં થી નિવૃત થતાં તેઓને ગેરવ્યાજબી કારણો દર્શાવી ગ્રેચયુટીની રકમ ચુકવવામાં આવેલ નહીં. જેથી આ કર્મચારીએ ગ્રેચ્યુટીની રકમ મેળવવા જામનગર કન્ટ્રોલીંગ ઓથોરીટી અન્ડર ધ પેમેન્ટ અલફ ગ્રેચ્યુટી એકટ ૧૯૭૨ સમક્ષ, ગ્રેચ્યુટી અરજી દાખલ કરેલ હતી.

આ અરજી મંજુર કરવામાં આવેલ અને આ કર્મચારીને રૂ.૫,૨૦,૫૧૪/- ગ્રેચ્યુટીની રકમ ચુકવવાનોો હુકમ કરવામાં આવેલ હતો. જે હુકમ સામે જામનગર મહાનગરપાલીકાએ એપેલેટ ઓથોરીટી, ધી પેેમેન્ટ ઓય ગ્રેચ્યુેટી એકટ, રાજકોટ સમક્ષ અપીલ દાખલ કરેલ હતી.

આ અપીલ ચાલી જતા કર્મચારીના એડવોકેટ શ્રી જી.આર.ઠાકર એ એવી દલીલ કરેલ કે, કોઇપણ કર્મચારી ને ગ્રેચ્યુટી મળવી તે તેનો બંધારણીય હક્ક છે. જયારે કર્મચારી ની ગ્રેચ્યુટી કોઇપણ કોર્ટના હુકમ થી એટેચમેન્ટ માં લઇ શકાતી નથી, તે સંજોગોમાં કન્ટ્રોલીંગ ઓથોરીટીએ આ કર્મચારીને ગ્રેચ્યુટી ચુકવવાનો જે હુકમ ફરમાવેલ છે, તે ન્યાયી અને વ્યાજબી છે તેમ ઠરાવી જામનગર મહાનગરપાલીકાની અપીલ રદ કરતો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં કર્મચારી ના એડવોકેટ તરફે રાજકોટના એડવોલકેટ શ્રી જી.આર. ઠાકર, ગાર્ગીબેન ઠાકર, જોષી તથા મિલન દુધાત્રા રોકાયેલ હતા.

(2:36 pm IST)