Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મોરબી પંથકમાં જુગારના બે દરોડામાં ૧૨ પતાપ્રેમીઓ પકડાયાઃ૧૦ નાસી છુટયા

આર.આર.સેલ અને તાલુકા પોલીસના દરોડાઃ ૫.૯૯ લાખનો મુદામાલ કબ્જે

મોરબી, તા.૨૧: મોરબી તાલુકા વિસ્તારમાં ે જેતપર-દેવળિયા રોડ પર તાલુકા પોલીસ અને આર.આર.સેલ ની ટીમે બે અલગ અલગ જગ્યાએ દોરડા પાડતા કુલ ૧૨ પતા પ્રેમીઓને રૂપિયા ૮૦ હજારની વધુ રોકડ તેમજ ૭ મોબાઈલ અને ૧૭ બાઈક સાથે ઝડપી કુલ  ૫.૯૯ લાખથી વધુનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે જુગાર રમતા ૧૦ શખ્સો નાસી છુટયા હતો.

મળતી વિગતો મુજબ રેન્જ વિસાતમાં જુગાર દારૂની બદી નાબુદ કરવાની રેન્જ આઈ.જી.સંદીપસિંહ સુચનાથી પી.એસ.આઈ. એમ.પી.વાળા તેમજ સ્ટાફના રસિકભાઈ પટેલ, રામભાઈ મઢ તેમજ સુરેશભાઈ હુંબલ સહિતની ટીમ ઙ્ગમોરબી તાલુકના જેતપર -દેવળિયા રોડ પર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા તેઓ સંકટ મોચન હનુમાન મંદિર પાછળ ના ભાગે આવેલ બાવળમાં દોરડો પાડતા હાસમ કાસીમ મોવર, સુરેશચન્દ્ર ખોડીદાસ અદ્યારા, ભરત લાલજીભાઈ અમૃતિયા, સંજય ગોકલદાસ હમીરપરા અને પ્રવીણભાઈ મનસુખભાઈ ઉપાસરીયા સહિતના ૫ શખ્સોને રૂપિયા જુગાર રમતા ઝડપી લીધા હતા તેની પાસેથી રોકડા ૫૩.૨૦૦ , ૭ મોબાઈલ કીમત રૂપિયા ૨૨.૦૦૦ અને ૭ બાઈક કીમત રૂપિયા ૨.૫૦.૦૦ આમ કુલ ૩.૨૫.૦૦૦૦ લાખનો મુદમાલ કબજે કરવામાં આવ્યો હતો તો જુગારનો દરોડો પાડતા ચાર આરોપી નાસી જતા તેને ઝડપવામાં તેમજ આ અગે તાલુકા પોલીસમ ગુનો નોધવામાં આવ્યો છે

 તેમજ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી તાલુકા પી.એસ.આઈ એન.જે.રાણા, ઉજવલદાન ગઢવી, શકિતસિંહ જાડેજા , અમિતભાઈ પટેલ ,જુવાનસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા અને કિર્તીસિંહ જાડેજા સહિતની ટીમ જેતપર –દેવળિયા રોડ પર પેટ્રોલીગમાં હતી તે દરમિયાન હક્કિત મળી કે ભોલાપીરની દરગાહ નજીક જાહેરમાં જુગાર રમાય રહ્યો છે ત્યાં પોલીસે દરોડો પાડતા તુષાર અનિલભાઈ મેહતા , રાકેશ મનસુખભાઈ રાઠોડ , કમલેશ તાખુભાઈ ડાભી, હરીલાલ સુંદરજીભાઈ હમીરપરા , હિતેશ ધરમશીભાઈ દેત્રોજા , સતીષ ધનજીભાઈ સાથલિયા અને ભરત રેવજીભાઈ કૈલા સહિતનાસાત પતા પ્રેમીઓને રૂપિયા ૨૭,૪૯૦ તેમજ ૧૧ બાઈક કીમત રૂપિયા ૨.૪૭.૦૦૦ લાખ આમ કુલ મળી રૂપિયા ૨.૭૪.૪૯૦ નો મુદમાલ કબજે કરવામાં આવ્યો હતો જયારે દરોડા દરમિયાન ૬ આરોપી નાસી જતા તેને ઝડપવા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(1:36 pm IST)