Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મોરબીના બેલા પાસે બોગસ તબીબ પકડાયો

વગર ડિગ્રીએ કેશવજી મેર કલીનીક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરતો'તો : મોરબી એસઓજીએ ઝડપી લીધો

મોરબી તા. ૨૧ : મોરબી તાલુકાના બેલા ગામ પાસે વગર ડીગ્રી ડોકટરની પ્રેકિટસ કરતા મુનાભાઈ ને એસ.ઓ.જી. ની ટીમે દવાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

બનાવની મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલિસ વડા ડો. કરણરાજ વાઘેલાની સૂચનાથી એસ.ઓ.જી.ની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બેલા ગામ નજીક કામધેનુ ચેમ્બર્સમાં દુકાન નં. ૬ ચાલતા ઓમ કિલનિકને ચેક કરતા ત્યાં ડોકટરની પ્રેકિટસ કરતા કેશવજી રામજી મેર (ઉ.વ.૩૧)વાળો મૂળ જૂનાગઢ ના નવા વઘાણીયા ગામનો ને હાલ મોરબી રહેતો ને તે ત્યાં આવતા દર્દીઓને દવા આપતો તેને ચેક કરતા કોઈપણ જાતની ડીગ્રી ન ધરાવતો હોવા છતાં દવા આપતો હોવાથી તેના પાસે રહેલો દવાનો જથ્થો જપ્ત કરી તેમજ તેના વિરુદ્ઘ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવહી હાથ ધરવમાં આવી છે તે કેટલા સમયથી પ્રેકિટસ કરતો દવાનો જથ્થો કયાંથી આવતો તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

પકડાયેલ બોગસ તબીબ કેટલા સમયથી પ્રેકટીસ કરતો હતો અને દવાનો જથ્થો કયાંથી લાવતો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:35 pm IST)