Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મોરબી જિલ્લામાં નાની સિંચાઇ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ

મોરબી તા. ૨૧ : જિલ્લામાં નાની સિંચાઈ યોજના અન્વયે તળાવો ઊંડા ઉતારવા, ખેત તલાવડા બનાવવા જેવા કામો ભ્રષ્ટાચાર થયો ઙ્ગઆ મામલે આજે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના સાંસદ દ્વારા જે આક્ષેપ કરવામાં આવતા યુવા કોંગ્રેસની ટીમ દ્વારા આ કહેવાતા ભ્રષ્ટાચારના અનુસંધાનમાં ગામ થી લઈને જીલ્લા સુધીનાં કોંગ્રેસનાં આગેવાનો એ અગાઉ પણ આવેદનપત્ર આપેલ હોય છતા પણ અધિકારીઓ એ કોઈપણ પ્રકારનાં પગલા શા માટે નથી ભર્યા તેવા સવાલ ઉઠવવામાં આવ્યા હતા અને નાની સિંચાઈ યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે મુખ્ય જવાબદાર વ્યકિતઓ કોણ ? છે તેના નામ જાહેર કરવા માંગ ઉઠાવી નાની સિંચાઈ યોજના હેઠળનાં કામો માં જીલ્લા પંચાયત નાં અધિકારીઓ, આ કામ કરનાર મંડળીઓ અને અન્ય સંડોવાયેલ વ્યકિતઓ ઉપર તાત્કાલિક ધોરણે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી.

(1:35 pm IST)