Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માછીમારોના ઉત્કર્ષ માટે સરકાર કટિબધ્ધઃ વિજયભાઇ રૂપાણી

પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે ૧૧,૪૬ કરોડના મત્સ્ય બંદરના વિકાસ કામનું ખાતમુહુર્તઃ ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભુના પ્રાગટય મહોત્સવમાં વિજયભાઇને પાઘડી પહેરાવી તથા વહાણનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનઃ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખારવા સમાજની સંસ્કૃતિની ઝાંખી

પોરબંદર ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત પાઘડી પહેરાવીને સન્માન :પોરબંદરમાં રામદેવજી મહાપ્રભુ પ્રાગટય મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પરંપરાગત પાઘડી પહેરાવીને  બારગામ ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ તથા પંચ પટેલ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

પોરબંદર તા.૨૧: સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભુના પ્રાગટય મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગઇકાલે સાંજે ઉપસ્થિત રહીને પ્રવચનમાં માછીમારોના ઉત્કર્ષ માટે સરકાર કટિબધ્ધ છે તેમ જણાવેલ હતું. મુખ્યમંત્રીએ જણાવેલ કે સરકારે માછીમારોના સહાયરૂપ થવા ડીઝલ સબસીડી અને ડીઝલ વેટમાં રાહત આપી છે. બંદરના વિકાસ માટે પણ સરકાર કાર્ય કરી રહેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાં કટોકટી સમયને યાદ કરીને કહેલ કે જયારે કટોકટી દરમિયાન અમે જેલમાં હતા ત્યારે મારી સાથે પોરબંદરના નારણભાઇ મેપાભાઇ અને સરમણભાઇ સાથે રહયાં હતાં. જેલમાં રહીને પણ  અન્યાય સામે લડત ચલાવી હતી. મુખ્યમંત્રીએ ૧૧.૪૬ કરોડના મત્સ્ય બંદર વિકાસ કામનું ખાતમુહુર્ત તેમજ ખારવાવાડમાં ૮૦.૨૯ લાખના ખર્ચે વિકાસ કાર્યનું ખાતમુહુર્ત કર્યુ હતું.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ સાગર ખેડૂના કલ્યાણ અને બંદરના વિકાસ કામગીરી જણાવેલ હતું સમારંભમાં મુખ્યમંત્રી સહિત મહાનુંભાવોનું સ્વાગત નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચાએ કર્યુ હતું.

સમારંભમાં મુખ્યમંત્રીને પરંપરાગત પાઘડી પહેરાવીને તથા વહાણનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને બાર ગામ ખારવા જ્ઞાતિના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ તેમજ પંચ પટેલ આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સમારંભમાં બોટ એસોસીએશન, પીલાણા એસોસીએશન, ફિશ એકસપોર્ટરો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયત નગર પાલિકાના હોદેદારો અને ભાજપના આગેવાનોના હસ્તે વિજયભાઇ રૂપાણીને ક્રમબધ્ધ હારતોરા કરી સ્વાગત કર્યુ હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માછીમારોનું નૃત્ય રજુ થયેલ. ઉપરાંત ભુલકાઓ મહાભારતના થીમ ઉપર કરેલ ધાર્મિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું.

 

પોરબંદર જિલ્લામાં ર સ્થળે જુગાર રમતા ૧૯ શખ્સો ૮૪ હજાર રોકડ સાથે ઝડપાયા

(ટુંકકોલ) પોરબંદર તા.૨૧: જિલ્લામાં ર સ્થળે જુગાર રમતા કુલ ૧૯ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. રાણાવાવના પીએસઆઇ કે.એસ.ગરચરે ડેયરમાં જુગાર રમતા ધીરુ લખમણ સવનિયા, રાજેશ વરજાંગ, કાના જેસા, વિક્રમ ભગવાજી, જેઠા દેવા, લખમણ રાણા, ભીખન રાણા, મહેશ અરજણ, રમેશ નાથા, અરવિંદ ભીમા, રામદેવા, જગદીશ ભજવાનજીને ૫૭૩૫૦ રોકડ તથા ૧૩ મોબાઇલ સહિત કુલ રૂ. ૭૭૮૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.

કુતિયાણાના બાગેશ્રીમાં તીનપતી જુગાર રમતા અશોક વેલજી અધેરા, પ્રફુલગી વસંતગીરી, વૃજલાલ જસાણી, મનીષ રમણીક, કમલેશ વાઘેલા, રીમ્પલ જમનાદાસ તથા દિપક જેઠાને કોન્સ્ટેબલ નટવૅરભાઇએ રૂ. ૩૪૧૨૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

(1:34 pm IST)