Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે : તેમના અકુદરતી મોત કદાપિ સહન કરી શકાય નહી : પરિમલ નથવાણી

સિંહોને ઝેર કે વિજ ઝાટકા આપી મારી નખાતા હોય તો તે ખતરનાક છે : તમામ વન્યજીવ પ્રેમીઓ અવાજ ઉઠાવે : યુધ્ધના ધોરણે તપાસ - પગલાની માંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : ગીર જંગલની દલખાણિયા રેન્જમાં ત્રણ અને રાજુલામાં એક સિંહના મૃતદેહો મળવાના મામલાને રાજયસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે સત્તાવાળાઓ આ મોતનાં કારણો શોધે અને ગુનેગારો સામે કેસ ચલાવે. જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે તે પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ

ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેમની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરના એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને કદાપિ સહન કરી શકાય નહીં તેમ રિલાયન્સના ગ્રુપ પ્રેસીડન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી કિમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરૂદ્ઘ અવાજ ઊઠાવવો જોઇએ. તેમણે ગુજરાતના વન પ્રધાન અને અધિકારીઓને આ ઘટનાઓની યુદ્ઘના ધોરણે તપાસ કરી સખ્ત પગલાં લેવા માટે પત્રો લખ્યા છે.(૨૧.૧૭)

 

વઢવાણ તાલુકાનાં મેમકા ગામનાં યુવકે મોરબીના શખ્સ દ્વારા અઢી કરોડની ઉઘરાણીથી કંટાળી દવા પીધીઃ સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧: વઢવાણ તાલુકાના મેમકા ગામનો યુવાન મોરબીમાં ટાઇલસનો વ્યવસાય કરતો હતો ત્યારે પંજાબના એક વેપારી રૂ. અઢી કરોડનો માલ લઇ જઇ અને આ ઉધાર માલની ઉઘરાણી ન આપતા મેમકા ગામના યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મેમકા ગામના પ્રતિકભાઇ મોરબી મુકામે વાર્ગીરાજ એન્ટર પ્રાઇઝના માલીક વિપુલભાઇ પારેજીયાની ટાઇલર્સનો માલ કમીશન પેટે પંજાબના બુધીયાના બસેલ સેલ્સ. કોર્પોરેશનના વેપારીને રૂ. અઢી કરોડનો માલ ટાઇલર્સનો અપાવ્યો હતો. જશ્મીન માથક જીતુ રાજગોર રવી ભરવાડ ટાઇલર્સ આ પંજાબ ધુીયાના બસેલ સેલ્સ કોર્પોરેશનમાં કમીશન પેટે આપેલ જે માલના પૈસા બંસલ સેર્લ્સ કોર્પોરેશનના વેપારીએ વિપુલભાઇ જશ્મીન જીતુ અને રવીને આપ્યા ન હોવાના કારણે અવારનવાર ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોવાના કારણે પ્રતિક ભાઇએ કંટાળી જઇ અને આત્મહત્યા કરી લેવાનો ભાગ રૂપે ઝેરી દવા ગટગટાવી હોવાનું બહાર આવ્યું છે ત્યારે ફરીયાદના આધારે તપાસ શરૂ કરેલ છે.

(1:32 pm IST)