Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સોમનાથ વેરાવળમાં એક હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો હાઈકોર્ટની આદેશના આંખ મીચામણા

પાલિકા,વહીવટીતંત્ર,પીડબલ્યુડીમાં ભષ્ટ્રાચારની રાવ

વેરાવળ, તા.૨૧: સોમનાથ વેરાવળ શહેર માં ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામો થઈરહેલ છે તેમાંસરકારી જગ્યાએ,સરકારી રોડ,ખરાબા ની જગ્યાઓમાં કોઈપણ મજુરી વગર આડેધડ બાંધકામો થઈ રહેલ છે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જણાવેલ હતું કે અમે કોઈ બાંધકામ રોકી શકીએ નહી અને કાર્યવાહી કરી શકીએ નહી.

હાઈકોર્ટે પણ નોટીસ આપેલ હોવા છતા આંખ આડા કાન કરેલ છે અને બેફામ બાંધકામો ચાલી રહેલ છે

 વેરાવળ સોમના વિસ્તારમાં ભુમાફીયાઓ કોઈપણ મજુરી વગર આડેધડ બાંધકામ કરી રહેલ છે જેમાં સરકારી જમીન સરકારીરોડ,ખરાબાની જમીન ઉપર બાંધકામ થઈ રહેલ છે આ ભુમાફીયાઓ ઉપર  નગરપાલિકા, વહીવટીતંત્ર, પીડબલ્યુડીનંુ જાણે કે કોઈ અસ્તિત્વન હોય તેમ આ તમામ કામગીરી થઈ રહેલ છે તેમાં પાલિકાની કે સરકારી તંત્રની ભાગીદારી હોયતે રીતે કામ થઈ રહેલ છે અને ૧ થી ૭ માળના શોપીગ સેન્ટરો,બીલ્ડીગો બનાવી  દેવામાં આવેલ છે અને બની રહેલ છે

ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર આદરી કોઈપણ મંજુરી વગર અનેક બિલ્ડીગો,શોપીગ સેન્ટરો બની રહેલ છે તેમાં રોડ ઉપર રવેશો ૩ થી પ ફુટ ના બહાર કઠાય છેકોઈપણ જાતની પાર્કિગની જગ્યા નિયમ પ્રમાણે છોડવામાં આવતી નથી

તમામ નિયમોને ધોળીને પી જતા જમીન માફીયાઓ લખલુંટ રૂપીયા વાપરી બધાને ચુપ કરી દયે છે ગમે તેવા વિસ્તારમાં બે માળની કે સાત માળની બિલ્ડીગ તોડવા કે બાંધવા માટે અગાઉથી કોઈ મંજુરીની જરૂર પડતી નથી..

સોમનાથ વેરાવળમાં અનઅધિકૃત બાંધકામનો ધંધો ધમધોકારચાલે છે  ગમે તેવા નિષ્ઠાવાન ફરીયાદી કે અધિકારી હોય તેને પુરા કરી દેવામાં આવે છે તેથી કોઈની હીમત નથી કે આની સામે આકરાપગલા લઈ શકે જમીન માફીયાઓ ખુલ્લેઆમ કહે છે કે નગરપાલિકાની સતા જોઈતી હોયતો છાનુ બેસવુ પડે તમામને પુરેપુરા રૂપીયા અપાય છે ત્યાર બાદ જ તોડવાની કે બાંધવાની કામગીરી  ચાલુ થાય છે સરકારી મંજુરીની કોઈ જરૂરરહેતી નથી કદાચ જરૂર પડે તો પોલીસ, વહીવટીતંત્ર, પીડબલ્યુડી ના સતાવાળાઓ ને રાજકીય નેતાઓ વચ્ચે પડીને વહીવટ કરાવી આપે છે.

 શહેરના મુખ્ય રસ્તાઓ કે શેરીઓમાં સરકારી નિયમ પ્રમાણે પાર્કિગ રસ્તા, રવેશ, જગ્યા છોડવી પડતી હોય છે પરંતુ તેની જગ્યાએ આ જગ્યાઓમાં બાંધકામ કરી લેવામાં આવે છે કોઈપણ જગ્યાએ કયાંય પણ પાર્કિગ રખાતુ નથી તેથી શહેર ની ટ્રાફીક સમસ્યામાં વધારો થતો જાય છે નવા એપાર્ટમેન્ટ,શોપીગ સેન્ટરો,મકાનો  બંધાઈ રહેલ છે તે નિતી નિયમો વગરના બંધાઈ રહેલ છે.

જમીન માફીયાઓની ખુલ્લેઆમ દાદા ગીરી લુખ્ખા ગીરી,ટપોરી ગીરીસાથે આર્થિક સામ્રાજય હોય છે તેથી કોઈ કઈ કરી શકતુ નથી.

સરકારી અધિકારીઓ,ચિફ ઓફીસર,ડે.કલેકટર,ડીવાયએસપી, ઈજનેર, એસ.પી, જીલ્લા કલેકટર તેમજ ગાંધીનગર સુધી ફરીયાદો કરવામાં આવે છે.

આર.ટી.આઈ સંગઠન દ્રારા હાઈકોર્ટ માં જાહેરહીત ની અરજી થયેલ હોય અને તમામ વિગતો સાથે હાઈકોર્ટ માં ઉપસ્થિત રહેલા નોટીસ આપેલ હોય તેમ છતા આંખ આડા કાન કરવામાં આવે છે. જેથી તાત્કાલી આ તમામ બંાધકામો અટકાવવા જોઈએ અને આસામીઓ સામે પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

(1:30 pm IST)