Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડીને ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ

જુનાગઢ, તા. ર૧: રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./ુગારની બદી નેસ્તનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે ક્રાઇમ બ્રાન્ચ ઇ.ચા. પોલીસ ઇન્સ. આર.કે. ગોહિલ, પો.સ્ટાફ સાથે ક્રાઇમ બ્રાન્ચ ઓફીસે હાજર હતા. દરમ્યાન ઇ.ચા.પો. ઇન્સ. આર.કે. ગોહીલ, પો. હેડ કોન્સ. બી.કે. સોનારા તથા પો.કોન્સ. સાહીલભાઇ સમાને બાતમી મળી હતી.

ગણેશનગર કામદાર સોસાયટીમાં આવેલ બાવાજી સમાજના સમાધી સ્થળ પાછળના ભાગે આવેલ વાળામાં બકુલ હરજી દેવીપૂજક તથા સુરેશ દેવરાજ દેવીપૂજક બંને જણા દેશી પીવાના દારૂની ભઠ્ઠી ગાળે છે અને તેની આ પ્રવૃતિ હાલ ચાલુ છે તેવી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ તથા આથો આશરે લી. ૪ર૦૦ બેરલ સહિત કિ.રૂ. ૧ર,ર૦૦ તથા દેશી દારૂ ભરેલ ૩પ-૩પ લીટરના પ્લા.ના કેરબા નં.૧૪ દારૂ લી. ૪૩૪ કેન સહિત કિ.રૂ. ૯,૬૬૦/ તથા ગેસના બાટલા નં. ૮ કિ.રૂ. ૪૦૦૦ તથા અન્ય મુદામાલ કિ.રૂ. ૪૪ર૦ મળી કુલ કિ.રૂ. ૩૦,ર૮૦નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન બકુલ હરજી તથા સુરેશ દેવરાજ વિગેરે કુલ-૪ આરોપીઓ વિરૂદ્ધ એ-ડીવી. પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પો. ઇન્સ.આર.કે. ગોહીલ તથા પો.હે.કો. બી.કે. સોનારા, વી.એન. બડવા, એચ.વી. પરમાર તથા પો.કો. સાહીલ સમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા , યશપાલસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ મારૂ, જગદીશભાઇ ભાટુ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:30 pm IST)