Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વંથલીના કણજડી, ટીકર અને કેશોદના પંચાળામાં જુગાર દરોડાઃ ર૧ની ધરપકડ

રૂ. ૯૦ હજારથી વધુનો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ર૧: વંથલીના કણજડી, ટીકર અને કેશોદનાં પંચાળામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ર૧ જુગારીની રૂ. ૯૦ હજારથી વધુનાં મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સૌરભસિંઘની સુચનાથી પોલીસે રાત્રે જુગાર દરોડાનો દોર હાથ ધર્યો હતો.

જેમાં વંથલીના પી.એસ.આઇ. બી. એસ. જાડેજાએ કણજડી ગામનો રામદે દેવશી સુસરના ઘરે રેડ પાડીને તેનાં સહિત ૯ જણાને રૂ. પ૬૬પ૦ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

તેમજ વંથલીના ટીકર ગામે અરજણ મેણસી ભેટારીયાની દુકાનમાં જુગારધામ પોલીસ કર્મી સુમિત રાઠોડ વગેરેએ પકડી પાડી રૂ. ૪૯રપ૦ સાથે ૮ જુગારીની ધરપકડ કરી હતી.

ઉપરાંત કેશોદનાં પોલીસ મેન અસરફ હોથીએ પંચાળા ગામમાંથી હિતેશ બાબુ માલમ સહિત ૪ શખ્સોને રૂ. ૩૦૬૦ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

(1:30 pm IST)