Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જસદણ બાયપાસ રોડ ઉપર ટ્રક-બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં બાઇક ચાલકનું મોત

થોડા સમયમાં સગાઇ થવાની હોય કોટડા-પીઠાથી જસદણ કપડાની ખરીદી કરવા આવ્‍યો હતોઃ પરિવારનાં આધાર સ્‍થંભના મોતથી અરેરાટી

આટકોટ તા.૨૧: જસદણ બાય-પાસ રોડ ઉપર ગત મોડી સાંજે ટ્રક અને બાઇક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બાઇક સવાર યુવકનું ઘટના સ્‍થળે જ મોત થયું હતુ બનાવની કરૂણતા એ થઇ કે મરનાર યુવકની થોડા સમયમાંજ સગાઇ થવાની હતી.

આ અંગે જસદણ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ બોટાદ તાલુકાના સરવા ગામના વતની અને હાલ બાબરા તાલુકાના કોટડા-પીઠા ગામે રહેતા કિશન રાજુભાઇ રાઠોડ જાતે આહીર ઉ.વ.૨૫ ગઇકાલે કોટડા-પીઠાથી જસદણ ખાતે પોતાની થોડા સયમાં સગાઇ થવાની હોય કપડાની ખરીદી કરવા આવ્‍યો હતો.

આ દરમિયાન પોતાનું બાઇક નં. જી.જે. ૧૭,૭૧૬૧ સામેથી આવતા ટ્રક જેના નંબર જી.જે. ૧૧ એકસ ૮૪૫૨ વાળાએ અડફેટે લેતા કિશનનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

આ બનાવની જાણ જસદણ પોલીસને થતા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇ ટ્રક અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસના પો.હેડ કોન્‍સ. રાજાભાઇ વકાતર ચલાવી રહયા છે.

પરિવારના આધારસ્‍તંભ કિશનના મોતથી પરિવાર પર આભ ફાટી પડયું હતું.

 

 

(12:37 pm IST)