Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કોડીનાર વ્રજધામની ભાગવત સપ્તાહમાં જલઝીલણી એકાદશી ઉજવાઇ

કોડીનાર  તા. ર૧:   કોડીનારના વ્રજધામ ખાતે ચાલી રહેલી  ભાગવત સપ્તાહમાં જલઝીલણી એકાદશીનું મહાત્મય અંગે વકતા પૂ. નિર્ભયચરણ સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન અને સંત વહાણ રૂપે આપણી સાથે હોય તો તે નૌકા ખરા અર્થમાં જલઝીલણી બની જાય છે. માટે ભગવાન અને સંતના ચરણાન હંમેશા પકડી રાખવા જોઇએ. આ ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે.

આ એકાદશીની  ઉજવણી ત્યારે જ ખરા અર્થમા સાર્થક બની શકે  આપણે આપણા જીવનમાં પણ કાંઇક પરિવર્તન લાવીએ. જીવનમાં પણ કાંઇક ચેન્જ લાવીએ સમય સંજોગો સાથે તાલ મિલાવતા શીખશું, આપણાથી વડીલ હોય કે નાના બાળક હોય તમામ સાથે સંપીને રહેતા શીખવું પડશે તોજ સુખી થશુ. પાણી ખાબોચિયામાં પડયું રહેશે તો ગંધાઇ ઉઠશે પાણી વહેતુ રહે તેમાં જ તેની  ભલાઇ છે. તેમ મનુષ્ય માત્રએ જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત બગસરા સ્વામીનારાયણ મંદિરના સંતો પૂ. લક્ષ્મીપ્રસાદ સ્વામી, વકતા પૂ. નિર્ભયચરણ સ્વામી, પૂ. અવધૂત સ્વામી, નટુબાપા, પ્રમોદભાઇ સહિતનાઓ જલઝીલણી  એકાદશીનો ઉત્સવ રૂદ્રેશ્વર મહાદેવના મંદિરે  ઘાંટવડ સીંગવડા નદી કાંઠે જઇ ભવ્ય રીતે ઉજવ્યો હતો.  અને પ્રેરણા આપી હતી કે જગતમાં સર્વધર્મની એકતા, કુટુંબ એકતા અને દેશપ્રેમ વિશે અનેક દ્રષ્ટાંતો દ્વારા સમાજમાં, લોકોમાં સદવિચારની પ્રેરણા આપી હતી. કોડીનારના નગડીયા પરિવાર દ્વારા ચાલતી આ ભાગવત સપ્તાહનું આયોજન થયુ છે. (૧૧.ર)    

(12:27 pm IST)