Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

હળવદ દરબારફળીમાં નવમાં વર્ષે ગણપતી ઉજવણી

(દિપક જાની દ્વારા) હળવદ તા. ર૧ :  દરબારફળી વિસ્તારમાં ગાંધી ચોક ખાતે દરબારફળી ગરબી મંડળ આયોજીત ગણેશ મહોત્સવનુ સ્વાગત નવમાં વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુંછે ગણેશ મહોત્સવમાં રોજ સવાર સાંજની પુજા-આરતીમા મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાય છ.ે

વિશિષ્ટતા એ છે કે દરવર્ષે વિસર્જનના દિવસે ૧પ૧ કિલો, ર૦૧ કિલો કે રપ૧ કિલોનો મહાલાડુ બનાવીને ગજાનને ધરાવવામાં આવે છે  ત્યાર બાદ સમગ્ર નગરમાં આ પ્રસાદને વહેચવામાં આવે છે ગણેશ ઉત્સવને સફળ બનાવવા માટે ટીના મહારાજ, ધર્મેન્દ્ર રાવલ, સની ત્રિવેદી, દિલીપ કંસારા, ધવલ શુકલ, કાનો રાવલ, જૈમીન રાવલ, ગોપાલ કંસારા સહીતના સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.(૬.૬)

(12:26 pm IST)