Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મહીકામાં ૫ ફૂટ ૭ ઇંચ લાંબો અજગર દેખાયો : વાઇલ્ડ લાઇફની સફળ કામગીરી

રાજકોટ તા. ૨૧ :  શહેરના મહિકા ગામના છેવાડાની વાડી વિસ્તારમાં અજગર જોવા મળતા વાડીવાળા પરસોત્તમભાઇ પટેલે વાઇલ્ડલાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટને ફોનથી જાણ કરી હતી. તેઓની ટીમે ખૂબ મહેનતે અને ૫ ફુટ ૭ ઇંચ લાબા અજગરને પકડી પાડયો હતો. વાઇલ્ડ લાઇફ નેચર વેલ્ફેર ટ્રસ્ટની ટીમના ભાવિનભાઇ પટેલ, પ્રદિપભાઇ હરસોડા, રમેશભાઇ પટેલ, દિવ્યેશભાઇ ચાવડા, ધનરાજભાઇ ટાંક તથા ચેતનસિંહ નકુમ આ કામગીરીમાં જોડાયા હતા. અજગરે સુરક્ષિત રીતે પકડીને વન વિભાગને સાથે રાખીને રામપર વીડીમાં ભેજવાળી જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ રાજકોટ તથા આજુબાજુના ૫૦ કિલોમીટર સુધી સાપ પકડવાની કામગીરી માટે હેલ્પલાઇન નં. ૯૯૦૪૫ ૯૨૮૮૮, ૯૯૦૪૫ ૯૩૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૨૧.૧૯)

(12:21 pm IST)