Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

હળવદના ટીકર ગામે બ્રાહ્મણ શેરીનું ગણેશ વિસર્જન

હળવદઃ તાલુકાના મોટા એવા ગામ ટીકર ખાતે બ્રાહ્મણ વાસ શેરીમાં ગામમાં પ્રથમ વખત જ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજ રાત્રે વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. ગણેશ મહોત્સવનું સમાપન વિસર્જન દ્વારા કરવામાં આવ્યું હતું. ડી જે ના તાલે શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ત્યાર બાદ ગામના પાદરમાં આવેલ નદીમાં મૂર્તિ પધારવામાં આવી હતી. ગણેશ મહોત્સવનું આયોજન અલ્પેશ વ્યાસ, મનીષ દેથરીયા, મેહુલ રામાનુજ, રાજેશભાઇ તથા શેરીના તમામ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.(તસ્વીર.અહેવાલઃ દિપક જાની.હળવદ)(૨૨.૫)

(12:17 pm IST)