Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ભાવનગરમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચિલઝડપ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૧ : . શહેરના ડોન ચોક વિસ્તારમાં રહેતા નીરૂબેન દિલીપભાઈ લંગાળીયા મેઘાણી સર્કલ સાંઈબાબાના મંદિર પાસે આવેલ સોનાની હવેલીથી દર્શન કરી પગપાળા ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ નીરૂબેને પહેરેલા સોનાના ૩ તોલાનો કિંમત રૂા. ૫૦ હજારના ચેઈનની ચીલઝડપ કરી નાસી છૂટયા હતા.

આ અંગે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.(૨-૭)

(12:14 pm IST)