Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ધારાસભ્યોના પગાર વધારાના વિરોધનો તળાજાથી મંડાણઃ કપાસ મગફળીનાં ટેકાના ભાવ ૧પ૦૦ કરવા માંગણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૧ :   તળાજા શહેર-ભાજપ વિસ્તારના યુવાનો દ્વારા ધારાસભ્યોના વધારાયેલ પગારનો વિરોધ કરવાના શ્રી ગણેેશ કર્યા છે. ડે. કલેકટરને આપેલ વિરોધ દર્શાવતા આવેદનમાં ખેડૂતો રત્ન કલાકારો, ફિકસ પગારદારોની વેદના સરકાર ઉકેલે તેવી પણ રજૂઆત કરી છે.

રાજયના કોંગ્રેસ અને ભાજપ, અપક્ષના ચૂંટાયેલ ધારાસભ્યોના પગાર વધારાના મામલે મૌન સેવ્યુ છે. સાથે મળીને દલાતરવાડીની નીતિ અપનાવી છે. તેના ઘેરા પ્રત્યાઘાત આમ જનતામાં પડ્યા છે. તેનો ખુલ્લો વિરોધ તળાજાના યુવાનો  દ્વારા કરવામાં આવ્યો છે.

યુવાનોને સંગઠીત થઇ જનતા માટો જવાબ તેવા વિષય સાથે આજે ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવેલ હતું.

ધારાસભ્યોના વઘેલા પગારના વિરોધ સાથે આવતા સમયમાં ખેડૂતોને કપાસ અને મગફળીના રૂપિયા ૧પ૦૦ ટેકાના ભાવ મળે તેવી રજુઆત સરકાર સમક્ષ કરી છે.

સેન્યના જવાનોનો પગાર વધારવામાં આવે, રત્ન કલાકારો, ફિકસ પગારના કર્મચારીઓ, તેમ ગાર્ડ પોલીસના પગાર વધારવા જોઇએની સરકારમાં આવેદન પત્રના માધ્યમ રજૂઆત કરી છે. (૯.૧)

(1:39 pm IST)