Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વિરપુર જલારામધામમાં આહાપાદાદાના મંદિરે નાગદેવતાના દર્શન કરી ભકતો ધન્ય બન્યા

નાગપાંચમે ગામનું એક પણ દાદાની પુજા કર્યા વગર જમતું નથી : લોકવાયકા છે કે દાદાને ધરેલો 'તલવટ'નો પ્રસાદ ખાનારને કદી સાપે દંશ દીધો નથી

વીરપુર, તા.૨૧:સંત અને સુરાની ભુમી સૌરાષ્ટ્રમાં પશુ,પક્ષી તેમજ જળચરોને પણ ભગવાન તરીકે પૂજવાની મહિમા છે તેમાંય જલારામધામ વીરપુરમાં પોણા બસો વર્ષ જુનું નાગ દેવતાનું મંદિર આવેલ છે. આ મંદિરને શ્રી આહાપા દાદાના મંદિર તરીકે ઓળખાવા આવે છે. મંદિરની મહિમા વિશે ગામના વયોવૃદ્ઘ લોકો જણાવે છે કે અમે જયારથી સમજણા થયા ત્યારથી અહીં દર વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે સમગ્ર ગામ અહીં બિરાજમાન શ્રી આહાપા દાદાની પુજા કરવા માટે આવે છે.

ગામનું એક પણ દ્યર પુજા કર્યા વગર અન્નનો એકપણ દાણો આરોગતો નથી આખો દિવસ પુજય બાપાના દર્શન બાદ ચાલે છે મંદિર પરિસરની આજુબાજુ મેળા જેવો માહોલ જામેલો હોય છે આખો દિવસ દર્શન બાદ રાત્રીના સમયે ભજન કીર્તન રાખવામાં આવે છે.

પૂજય આહાપા દાદાને તલમાંથી બનાવેલ તલવટનો પ્રસાદ ધરવામાં આવે છે હજારો કિલોની માત્રામાં બનાવેલ આ પ્રસાદ મંદિરના શ્રી આહાપા દાદા મિત્ર મંડળના ૪૦ યુવકોની એક ટીમ છે તે સમગ્ર ગામમાં દ્યરે દ્યરે જઈ પ્રસાદનું વિતરણ કરે છે આ પ્રસાદ લોકો દ્વારા આરોગવાથી લોકોને કયારેય નાગે દંશ દીધો નથી તેમજ તેમજ ખેડૂતો દ્વારા પોતાના ખેતરના શેઢે વેરવાથી તેઓને ખેતીકામ દરમિયાન ખેતરમાં કોઈ જીવજંતુ કરડી ન જાઇ કે સાપ દંશ ન મારી જાઇ તેવી લોકમાન્યતા છે જેથી વીરપુર ગામના ખેડૂતો આ પપ્રસાદ પોતાના ખેતરના શેઢે વેરે છે અને વીરપુરમાં આજ સુધી કોઈ સાપે સ્થાનીકોને કે ખેતીકામ દરમિયાન કોઈ ખેડૂતને દંશ માર્યો ન હોવાથી આ માન્યતા પ્રબળ બની છે. સ્વયમ સેવકો દ્વારા વર્ષો પૂર્વે પ્રસાદી માટે દ્યરે દ્યરે જઈ પ્રસાદીની સામગ્રી ઉદ્યરાવવામાં આવતી પરંતુ તત્કાલીન સમયે સામગ્રી ખુબ મોટા પ્રમાણમાં વધી પડતી એટલે હવે દ્યરે દ્યરે જઈ ઉદ્યરાવવાનું બંધ કરી.

સ્વયમ સેવકો પોતે જ પ્રસાદીની સામગ્રી ખરીદ કરીને વિતરણ કરે છે શ્રી આહાપા દાદા મિત્ર મંડળ કારગીલ યુદ્ઘ વખતે નાગ પાંચમના દિવસે મંદિરમાં ભકતો દ્વારા ધરવામા આવેલ દાનની રકમમાંથી ૫૧ હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમાં કરાવ્યા હતા.

સમગ્ર ગૂજરાતમાં શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે નાગ દેવતાની આવી રીતે પુજા પ્રસાદ ધરવામાં આવતી હોય તેમજ પ્રસાદીનો મહિમા ચમત્કારિક હોય તેવું આ એક માત્ર વીરપુર જલારામ ધામમાં આવેલ શ્રી આહાપા દાદાનું મંદિર હોવાનું સ્થાનિકોની પ્રબળ માન્યતા છે.

(2:38 pm IST)