Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પોરબંદરના મહિલા સહાયતા કેન્દ્રમાં પીડિતાના ૫૫ કેસમાં સમાધાન

પોરબંદર તા.૨૧, પોરબંદર કમલાબાગ પોલીસ મથક પર આવેલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમા  (મહિલા સહાયતા કેન્દ્ર) વર્ષ-૨૦૧૩ થી માર્ચ ૨૦૧૯ સુધી ૫૦૧ કેસ રજિસ્ટર થયા છે. તેમાના મોટા ભાગે દ્યરેલુ હિંસાનાં કેસ હોય છે, જેમને મહિલા સહાયતા કેન્દ્ર દ્રારા કાઉન્સેલીંગ કરાયુ છે. અને જરૂર જણાયે કેસને ન્યાય માટે રિફર કરાયા છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧૦ કેસો રજિસ્ટર થયા હતા. જેમાથી ૫૫ કેસોનાં સમાધાન કરવામાં આવ્યા છે.

સમાજમાં સ્ત્રી અત્યાચાર, દ્યરેલુ હિંસાના બનાવો અવાર નવાર બનતા હોય છે. ત્યારે રાજય સરકાર પીડિત મહિલાઓની સાથે છે. પીડિત મહિલાઓને વિનામૂલ્યે સલાહ અને તેને મળતા હક્ક- અધિકારની માહિતી આપવા દરેક જિલ્લામાં મહિલા સહાયતા કેન્દ્રો કાર્યરત છે.

કમલાબાગ પોલીસ મથક સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા મૌસમી મારૂ તથા મોગલ કરિશ્માએ જણાવ્યું કે, પોરબંદરમાં વર્ષ ૨૦૧૩ થી કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રમાં પીડિતોનુ કાઉન્સેલીંગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.પતિ-પત્નીના ઝદ્યડા, સ્ત્રી ધન, કરીયાવર, દ્યરેલુ હિંસા, મિલકત હક, વગેરે પ્રકારે મહિલાઓ પર થતા અત્યાચાર સબંધિત કેસમાં સમાધાન અને જરૂર જણાય તો  કાર્યવાહીની સુવિધા માટે માર્ગદર્શન આપવામા આવે છે.વર્ષ ૨૦૧૩ થી કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રમાં માર્ચ ૨૦૧૯ સુધીમાં ૫૦૧ કેસો રજિસ્ટર થયા છે. જે પૈકી ૧૫૮ કેસોના સમાધાન કરાવીને વિખરાયેલા પરિવારને ભેગા કર્યા છે.તથા અન્ય કેસો રીફર કરાયા છે.

મોગલ કરિશ્માએ જણાવ્યું કે, અહીં પીડિતાની અરજી ના આધારે માર્ગદર્શન આપવામાં આવે છે.  પતિ પત્ની વચ્ચેનો કોઇ સમાધાન લાયક કેસ હોય તો પીડિત અને તેના પરિવારને મહિલા સહાયતા કેન્દ્રમાં બોલાવી સમાધાન કરવામાં આવે છે. અહી વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧૦ કેસો રજિસ્ટર થયા અને ૫૫ કેસોનાં સમાધાન કરવામાં આવ્યા છે. અન્ય કેસની ગંભીરતા મુજબ પીડિતને ન્યાય માટે પ્રોટેકશન અધિકારી, ફેમિલી કોર્ટ, પોલીસ કાર્યવાહી, કાનુની સત્ત્।ા મંડળ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, એન.જી.ઓ., સમાજનાં આગેવાન વગેરેને કેસ રિફર કરવામાં આવે છે. હિંસાથી પિડીત મહિલાઓને વન સ્ટોપ સેન્ટર ખાતે આસરો આપવામાં આવે છે. ત્યા તેમને સારવાર, રહેવા, જમવા સહિતની સુવિધા વિનામૂલ્યે સરકાર દ્રારા પુરી પાડવામાં આવે છે. મહિલા સહાયતા કેન્દ્રમાં મહિલાઓ ઉપરાંત પુરૂષો પણ સહાયતા માટે આવતા હોય છે.

મૌસમી મારૂએ જણાવ્યું કે, પરિવારમાં પતિ પત્ની વચ્ચે તકરાર અને નાના ઝદ્યડા સમાન્ય બાબત છે. દરેક પરિવારમા સામાન્ય બોલચાલ થતી હોય છે. પણ કોઇ પતિ દારૂ પી ને કે બિજા કોઇ કારણોસર તેની પત્નીને માનસિક- શારીરિક ત્રાસ આપે કે અન્ય કોઇ કારણસર મહિલાઓ અને પુરુષ પર હિંસા થતી હોય તો સરકાર અને કાયદો પીડિતોને ન્યાય અપાવે છે. પોરબંદર મહિલા સહાયતા કેન્દ્રમા સમાધાન થયેલા એક કેસ વિશે જણાવ્યુ કે, ૪૦ વર્ષની ઉંમરના એક મહિલાને તેનો પતિ નશો કરીને દરરોજ માર મારતો હતો. જેથી તે મહિલા કંટાળીને મહિલા સહાયતા કેન્દ્રમાં અમારી પાસે આવી હતી. અરજીના આધારે અમે તેમના પતિને બોલાવી સમજાવ્યો, કાયદાનો ડર પણ બતાવ્યો તથા પરિવારમા પતિ-પત્નીએ હળી મળીને રહેવુ જોઇએ તેમ સમજાવ્યુ હતુ.  જેથી ભાન ભૂલેલા પતિએ ભૂલનો સ્વિકાર કરી પોતાની પત્નીની માફી માંગી અને કાયમ માટે નશો ન કરવાનો સંકલ્પ કર્યો હતો.

 ગુજરાત સરકાર દ્રારા પીડિતોને ન્યાય માટે ભટકવું ન પડે, યોગ્ય સલાહ અને માર્ગદર્શન અને સહાયતા એક જગ્યાએથી મળી રહે તે માટે મહિલા સહાયતા કેન્દ્રો રાજયનાં તમામ જિલ્લાઓમાં કાર્યરત છે.

(1:16 pm IST)