Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઉનાની બાળાને ટીવીમાં મોડેલ બનાવવાની લાલચ આપીને યુવાને દુષ્કર્મ આચર્યુ

બાળાની માતાએ યુવાનને ઘેર ન આવવાનું કહેતા માર મારી ધમકી આપી

ઉના, તા. ૨૧ :. સગીર વયની છોકરીને યુવાને ટીવી ફિલ્મમાં મોડલ બનાવવાની લાલચ આપી છ માસ સુધી શારીરિક શોષણ કરી દુષ્કર્મ કર્યાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. માતાએ આરોપીને ઘરે આવવાની ના પાડતા માર મારી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી છે.

દેલવાડા રોડ ઉપર સોસાયટીમાં રહેતી ઉજળીયાત વર્ગની મહિલાએ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની સગીરવયની ૧૭ વર્ષ ૬ મહિનાની દિકરીને ખોડીયારનગરમાં રહેતો રોહીત અનુભાઈ પરમાર (ઉ.વ. ૨૩) વાળો છેલ્લા ૭ મહિનાથી દિકરી સાથે મિત્રતા બાંધી તને ટીવી ફિલ્મમાં મોડલ તરીકે ચમકાવી છે. લાલચ આપી તેમની સાથે શારીરિક સબંધ બાંધી, ઘરે આવતો હોય તેની માતાએ ઘરે આવવાની ના પાડી દિકરીને હેરાન ન કરવાનું કહેતા આરોપી રોહીતે મહિલાને ગાળો આપી માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ દાખલ કરતા પોલીસે આઈપીસી ૩૭૬, ૩૨૩, પોસ્કો કલમ આઈપીસી ૪૫૨, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. ઉજળીયાત વર્ગને તે ખાસ વોચ રાખવી જોઈએ નહિતર નરાધમ લોકો લાભ ઉઠાવી જાય છે.

બાઈકની ચોરી

ઉના શહેરમાં અંજાર રોડ ઉપર આવેલ ભકિતનગરમાં રહેતા હનીફભાઈ દાદાભાઈ મન્સુરીની મોટર સાયકલ (જીજે ૩૨એમ ૦૬૧૨) રૂ. ૫૦,૦૦૦ની ઘર પાસે પાર્ક કરી હતી. તે ગત તા. ૧૮ના રોજ કોઈ ચોરી કરી લઈ ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(11:47 am IST)