Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મરીન PSIજે.જી.સોલંકી - મીઠાપુરના મહિલા PSI ચંદુકલાબા જાડેજાએ વિકલાંગ બાળકો સાથે ઉજવણી કરી

ઓખામાં કંઇ અનોખો કંઇક અલગ રક્ષાબંધન કાર્યક્રમ સંપન્ન : નવજીવન ટ્રસ્ટ પ્રેરણારૂપ બન્યુ : પોલીસ સ્ટાફે ખુશી ભેટ પણ આપી

ઓખા તા. ૨૧ : ભાઇ બહેનના પ્રેમરક્ષાનું પર્વ એટલે રક્ષાબંધન બહેનોને ભાઇ કી કલાઇ સે પ્યાર બાંધા હૈ દરેક માધ્યમથી રજૂ થતો પ્રેમ સીધો દિલને સ્પર્શે છે. બહેન સામે કોઇ ઉંચી આંખ કરી તો જૂએ ની ભાવનામાં રક્ષક કરતા વહાલનુ મુલ્ય પ્રગટ થયા છે. રાખડી માત્ર ભાઇ બહેનના હાથે જ બંધાય એવુ નથી કોઇ વડીલ કે ગુરૂ પણ રક્ષણ કાજે શિષ્ય કે અનુજને બાંધી શકે છે.

ઓખામાં આવો જ એક અનોખો કાર્યક્રમ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ જે.જી.સોલંકી તથા મીઠાપુરના મહિલા પીએસઆઇ શ્રી ચંદ્રકલા બી.જાડેજાએ પ્રેરણા સામાજીક સેવા કેન્દ્ર ભીમરાણાની રપ વિકલાંગ બાળકો સાથે રક્ષાબંધન ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓખાના દરેક પોલીસ કર્મચારીઓને આ બાળાઓએ માથે તિલક કરી કલાઇમાં રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવ્યુ હતુ. આ પ્રસંગે પોલીસ સ્ટાફગણે બાળકોને શુભેચ્છારૂપે આઇસ્ક્રીમ ખવડાવી અને સંસ્થાને ૫૧૦૦ રૂપિયાની ખુશી ભેટ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવજીવન ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)