Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

શ્રાવણે શિવદર્શનમ્

વાંકાનેરના તીથવા ગામમાં બિરાજમાન સ્વયંભુ શ્રી ભંગેશ્વર મહાદેવનો મહિમા

વાંકાનેર : વાંકાનેરથી જડેશ્વર રોડ જતા તીથવામાં હજારો વર્ષ પુરાણુ શ્રી ભંગેશ્વર મહાદેવજીનું મંદિર આવેલુ છે. શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો પધારે છે અને સુંદર રડીયામણુ મંદિરમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલા શ્રી ભંગેશ્વર મહાદેવદાદા પ્રગટ થયેલ છે.

તેમજ આ જગ્યામાં નેકનામવાળા શ્રી હંસરાજબાપાએ થોડા સમય પહેલા શ્રી ઉમિયા માતાજીનું સુંદર મંદિર બનાવી અને પ્રતિષ્ઠા કરેલ. આ જગ્યામાં શ્રી હંસરાજબાપા કાયમ માટે તન મન અને ધનથી પોતાનુ સેવા કાયમ આપે છે. મુખ્ય મંદિર શ્રી ભંગેશ્વર દાદાનું તેમજ શ્રી ભીમેશ્વર મહાદેવ દાદાનું પણ મંદિર આવેલ છે. જે ભીમે સ્થાપના કરી હતી.

શ્રાવણમાસમાં ભાવિક ભકતોને બપોરે પ્રસાદ અપાય છે. શ્રી ભંગેશ્વર મહાદેવનો પ્રાગટય કથા જોઇએ તો મૂળ ભારત કથા સાથે જોડાયેલા છે કથા એવી મળે છે કે પાંડવોના વનવાસ દરમિયાન લાક્ષાગૃહની ઘટના બની એ સમયે વિદુરની કુનેહથી પાંડવો બચી ગયા અને ત્યાંથી ફરતા ફરતા આ પાંચાલ ભૂમીમાં આવે છે. અહિયા વનરાઇ પહાડ વગેરે કુદરતી સૌદર્ય જોઇને મન લાગે છે અને ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. માતા કુંતાજીને નિયમીત શિવપુજા કરવાનુ વ્રત હતુ. આ જગ્યાએ બે પહાડ વચ્ચે એક શિવાલય જોયુ માતા કુંતાજીએ આ શિવલીંગની પુજા કરવાની શરૂ કરી. એકવાર ભીમસેને પુજા કરવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે કુંતાજીએ કહ્યુ કે હું પુજા કરી લઉ પછી તુ પુજા કરજે. ભીમસેનની ધીરજ ન રહી એટલે બિજા શિવલીંગની સ્થાપના કરીને પુજા કરવા લાગ્યા. પાંડવોએ આ સ્થળે બે વર્ષ રહ્યા બે પહાડ ભાંગીને શિવલીંગ બનેલ તે શ્રી ભંગેશ્વર મહાદેવ અને ભીમસેને સ્થાપના કરી તે છે શ્રી ભીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીયા વસવાટ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાનની સલાહથી પાંડવો સુંદરી ભવાની ગયા ત્યાંથી તેઓ તરણેતર ગયા અને દ્રોપદી સ્વયંવર રચાયો અને મત્સ્યવેધની ઘટના બની ત્યારપછીની ઘટના છે. શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથ શિવજીની સુંદરમુર્તિ બિરાજમાન છે. તેમજ શ્રી હનુમાનદાદા, શ્રી ઉમિયા માતાજી, સદગુરૂદેવ શ્રીનું મંદિર વગેરે સુંદર રડીયામણા વૃક્ષો વચ્ચે આવેલુ છે. હાલના મહંત પ્રાણજીવનદાસબાપુ ગુરૂ હરીદાસજીબાપુ સેવા કરી રહ્યા છે.

સંકલન હિતેશ રાચ્છ વાંકાનેર

(11:42 am IST)