Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ભાવનગર પાસે પોલીસે પીછો કરતા કાર ઉંધી વળી ગઇઃ બોટલો તૂટતા રસ્તા ઉપર દારૂની રેલમછેલ થઇ

ચાલક અશોક બારૈયાને હોસ્પિટલમાં ખસેડાયોઃ સાથે બેસેલા બે શખ્સોની ધરપકડ

ભાવનગર તા. ર૧ :.. ભાવનગર વેળાવદર (ભાલ) પોલીસનાં પો. સ.ઇ. આર. એચ. બારને મળેલ બાતમીને આધારે કાર નં. જીજે-૦૬ એચ. એલ. ર૮૭૩ વિદેશી દારૂનો જથ્થો લઇ ભાવનગર તરફ આવી રહી હોય તેનો પીછો કરતાં પોલીસને જોઇ આ કારનાં ચાલકે કારને પુર સ્પીડમાં ચલાવી નાસતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પુર ઝડપે જઇ છું દારૂ ભરેલી કાર ભાવનગર નજીક ગણેશગઢ નજીક પલ્ટી ખાઇ જતાં કારનાં ચાલક અશોકભાઇ રઘાભાઇ બારૈયાને ઇજા પહોંચતા તેને ૧૦૮ મારફત પોલીસે ભાવનગરથી સર ટી. હોસ્પીટલમાં ખસેડેલ. જયારે કારમાં દારૂના જથ્થા સાથે બેઠેલા આકાશ ઉમેશભાઇ વાજા (રહે. કૈલાસનગર ભરતનગર ભાવનગર) અને જેન્તી શંભુભાઇ બારૈયા (રહે. હાથળ હાલ ભાવનગર) ની ધરપકડ કરી હતી. કાર પલ્ટી ખાઇ જતાં રસ્તામાં દારૂની બોટલો ફુટતાં દારૂની રેલમછેલમ થઇ હતી. પોલીસે વિદેશી દારૂની ૩ર બોટલ કબ્જે કરી હતી.

આ બનાવ અંગે વેરાવદર પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પો. સ. ઇ. આર. એચ. બાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:38 am IST)