Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મેંદરડામા જનતા તાવડાનો પ્રારંભ

મેંદરડાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાદર ચોકમાં જનતા તાવડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તહેવારને લઇને નાનામાં નાના પણ લોકો આ સાત આઠમ જેવા તહેવાર ઉજવી શકે તે માટે આ. આયોજન કરવામાં આવેલ અને આ જનતા તવડામાં લોકો દ્વાર જેને જે આવડતું હોય તે બનવા માટે આવે છે અને નહિ નફો કે નુકસાનીના માધ્યમથી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. ગાંઠિયાના રૂ.૮૦ મેસુબ લાડવા ૮૦ રૂા,૯૦ સેવ ૧૦૦ ચવાણું રૂ.૧૦૦ આ રીતે બધી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે તેમજ આ બધી વસ્તુ તેજ જગ્યા પર લાયવ લોકોની સામે બનાવીને વેચાણ કરવામાં આવે છે. (તસ્વીરઃ ગૌતમ શેઠ-મેંદરડા)

(11:35 am IST)