Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને સુરાજબારી નજીકથી મોરબી એસઓજી ટીમે ઝડપ્યો

મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હાનો આરોપી અકબર ઉર્ફે જાકમને ઝડપી લીધો

 

મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં  મહિનાથી ફરાર આરોપીને મોરબી એસ..જી. ટીમે સુરજબારી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   અંગેની વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવનું આયોજન કરેલ  હોય જે અનુસંધાને મોરબી એસ..જી. ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સુચનાથી એસ..જી. ના ફારૂકભાઈ પટેલ તથા અનિલભાઈ ભટ્ટને બાતમી મળતા નરેન્દ્રસિંહ જાડેજા સાથે સુરજબારી (તા.ભચાઉ )જઈ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં માસથી નાસ્તો ફરતો આરોપી અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લા (રહે- ચોરાવાંઢ, સુરજબારી તા.ભચાઉ )હાલ સુરજબારી મસ્જીદની પાછળ વાળો મળી આવતા એસ..જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:36 am IST)
  • પટના મેયરના પુત્ર પર આંખ મારવાનો આરોપ ;મહિલા કોર્પોરેટર પીન્કીદેવીએ કહ્યું પહેલી વાર ઇગ્નોર કર્યો,હવે સહનશક્તિની હદ થઇ ગઈ :પટના નગરનિગમનો જૂથબંધી ચરમસીમાએ પહોંચી : અંદરો અંદરની લડાઈ હવે ખુલીને બહાર આવી :આરોપ પ્રત્યારોપણ બાદ મેયર સીતા સાહુના પુત્ર શિશિર પર લાગ્યો ગંભીર આરોપ access_time 1:22 am IST

  • આઈએનએકસ મિડીયા કેસમાં ચિદમ્બરમની અરજી ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શ્રી ગોગોઈએ સાંભળી નથી હવે સુનાવણી ૨૩ ઓગષ્ટે થશે : ચિદમ્બરમને હાજર થવા સીબીઆઈ દ્વારા નવા કાનુની પગલા તોડાઈ રહ્યા છે : ચિમ્બરમ ભારે મુશ્કેલીમાં access_time 6:28 pm IST

  • અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂ.નો વધારો પશુદાણના ભાવમાં ૧૪૦ રૂ.નો વધારો થતા દૂધના ભાવો વધ્યા : અમૂલ તાઝા દૂધ હવે ૪૩ રૂ. અને અમૂલ ગોલ્ડ દૂધ ૫૨ રૂ. લીટર મળશે : પ્રતિ લીટર બે રૂ.નો ભાવ વધારો : સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા access_time 6:29 pm IST