Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો  જીલ્લામા વરસાદી માહોલ છવાયો હતો. દામનગર,ધામેલ હાજીરાધાર ,આનંદપરા કંટારા,રંગપર પીપળવા સહિતના અનેક ગામો અને અન્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસ્યો હતો.

  આ વરસાદથી રોડ- રસ્તા ગલી-મહોલ્લામા પાણી ભરાયા હતા જોકે આ ભરાયેલા પાણી જોઇને લોકો આનંદ અનુભવી રહ્યા હતા. ખેડૂતો માટા આ જળઘાર જીવનધાર હોવાથી તેમની ખુશી તો ચરમ પર હતી.

(8:42 pm IST)