Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જૂનાગઢની બેવડી હત્યામાં બે શખ્સો સાંજ સુધીના રીમાન્ડ પર

વેપારી-અગ્રણી સહિતના ૪ શખ્સો જેલહવાલે

 જુનાગઢ, તા. ર૧: જુનાગઢની બેવડી હત્યામાં પોલીસે બે શખ્સોને રીમાન્ડ પર મેળવીને તપાસ આગળ વધારી છે.

જૂનાગઢમાં ચોરીની આશંકાથી સીરાજ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી અને કિશન ઉર્ફે બીટુ રમેશ પરમારની હત્યા કરી બંનેની લાશ ભવનાથ નજીકના જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી.

આ ડબલ મર્ડરની એસ.પી. સૌરભસિંઘની સુચનાથી તપાસ ચલાવતા ડીવાયએસપી એમ.એસ. રાણા અને તેમની સ્કવોડ સહિતના કાફલાએ સમીર ઉર્ફે મુન્નો ખારવો બાબુ ડાભી, નીતિન ચંદુલાલ ચાવડા, સુધીર બાબુ ડાભી, હાર્દિક અરવિંદ ભાદરકા, ભૂપેન્દ્ર રતિલાલ તન્ના અને મહેશ રમેશ રાવલની ધરપકડ કરી હતી.  આ તમામ શખ્સોને ગઇકાલે સાંજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ જેમાં અદાલતે મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુન્નો ખારવો બાબુ ડાભી અને નીતીન ઉર્ફે મચ્છર ચંદુલાલ ચાવડાના આજે સાંજ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતાં.

ઝડપાયેલા છ શખ્સોમાં ભૂપેન્દ્ર રતિલાલ તન્ના કાપડ એસો.ના પ્રમુખ હોવાનું સામે આવેલ છે.

તપાસનીશ પોલીસ અધિકારી ડીવાયએસપી રાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વેપારી અગ્રણી ભૂપેન્દ્ર તન્નાએ ડબલ મર્ડરના આરોપીઓને ભગાડવામાં તેમજ અન્ય સહકાર આપી મદદગારી કરી હોવાનું ખૂલતા તેની ધરપકડ કરવામાં આવેલ. હાલ ભૂપેન્દ્ર તન્નાના રીમાન્ડ નામંજુર થતા તેને અનય ત્રણ શખ્સોને જેલ હવાલે કરેલ છે.

(4:25 pm IST)