Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

નયારા એનર્જી લિ. આઇટીઆઇના ૪૫ યુવાનોને આપશે કૌશલ્યવર્ધક તાલીમ

જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપ્રેન્ટિસશીપ કેમ્પ યોજાયા : એચઆર ટીમ દ્વારા હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયા

જામનગર : નયારા એનર્જી લિમિટેડે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપ્રેન્ટિસશીપ કેમ્પ યોજી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરી ચૂકેલા ૪૫ યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ આપવા આયોજન કર્યું છે.

 જામનગર તા. ૨૧ : નયારા એનર્જી લિમિટેડે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો માટે એપ્રેન્ટિસશીપ કેમ્પ યોજી આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર)ના વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરી ચૂકેલા ૪પ યુવાનોને વ્યવસાયિક કૌશલ્યવર્ધક તાલીમ આપવા આયોજન કર્યું છે. આ આયોજન થકી આઈટીઆઈનો અભ્યાસ કરનારા યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક ગૃહમાં આધુનિક તાલીમ મેળવવાનો અવસર મળશે.

રોજગારલક્ષી અભ્યાસ કરવા માટે યુવા પેઢી જાગૃત બની છે અને આ માટે તાલુકા કક્ષાએ રાજય સરકારે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર શરૂ કર્યા છે. હવે આઈટીઆઈના વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ યોગ્ય રીતે મળી શકે એ માટે સરકારે ભભમુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ ટ્રેઈનીંગ સ્કીમભભ અમલમાં મુકી છે.

સરકારના આ પ્રયત્નોને બળ પુરું પાડવા નયારા એનર્જી લિમિટેડ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઈટીઆઈમાંથી ઉતિર્ણ થયેલા યુવાનોને તેના ટ્રેડની આધુનિક તાલીમ મળી રહે એ માટે ખંભાળિયા અને જામનગરના આઈટીઆઈમાં પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના વિવિધ ટે્રડ જેવા કે ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનીક, ફિટર, ટર્નર, મશીનીસ્ટ, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન વગેરેમાં ઉતિર્ણ થયેલા ૪પ યુવાનોની પંસદગી વાડીનારમાં ઓઈલ રિફાઈનરી ધરાવતી નયારા એનર્જી લિમિટેડ દ્વારા કરાશે. પસંદ કરાયેલા યુવાનોને એક વર્ષ સુધી કૌશલ્યવર્ધક તાલીમ અને રાજય સરકાર દ્વારા નકકી કરાયેલું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. સામાન્ય રીતે આઈટીઆઈ પાસ કર્યા પછી તાલીમ કે પુરતા અનુભવ –કૌશલ્ય વિના યુવાનો માટે રોજગારીની તક ઘટી જાય છે ત્યારે  નયારા એનર્જી લિમિટેડે એવો પ્રયત્ન કર્યો છે કે એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરાયેલા યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક સંકુલમાં જરૂરી તાલીમ મળી રહે અને તેના કૌશલ્યમાં વધારો થાય. આ તકે સ્વૈચ્છિક સંસ્થાઓએ નયારા એનર્જી લિમિટેડના આ અભિગમને બિરદાવ્યો હતો. આ કેમ્પ માટે આઈટીઆઈના કર્મીઓના સહકારથી  નયારા એનર્જી લિમિટેડના એચઆર વિભાગે જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)