Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અગાઉનો કેસ પાછો ખેંચવા એડવોકેટ અજય લાખાણીને મારમાર્યો

જામનગર તા. ૨૧: અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજય ભરતભાઈ લાખાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૦૧૮ના ગોમતીપુર, કડીયા જ્ઞાતીની વાડીના ખુણે આ કામના ફરીયાદી અજયભાઈ(એડવોકેટ) તથા આ કામના આરોપી જયદીપ દલીપભાઈ વસાણી નો કોર્ટમાં અગાઉની મારમારી નો કેસ ચાલુ હોય તે કેસ પાછો ખેચી લેવાનું કહી ગાળો કાઢી આ કામના આરોપી દીલીપભાઈ કાંતીલાલ વસાણી એ સાહેદ ધવલને લોખંડનો પાઈપ મારી ડાબા હાથમાં ફેકચર ની તથા સાહેદ વિશાલને માથામા પાઈપ મારી ત્રણ ટાકાની ઈજા કરી તથા સાહેદ મયુરીબેન તથા ગાયત્રીબેનને આ કામના આરોપી જયતાલી જયદીપ વસાણી, કિષ્નાબેન દીલીપભાઈ વસાણી રે.જામનગરવાળાને  ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ જામનગરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કિષ્નાપાર્કમાં જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હીતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૦૧૮ના રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નં.–ર, જામનગરમાં આ કામના આરોપી ધર્મેન્દ્ર બહાદુરસિંહ જાડેજા, લાલુભા ભાઈજીભાઈ ચુડાસમા, કમલેશભાઈ રામજીભાઈ ચૌહાણ, રાજુભા વિષુભા સોઢા, કનકસિંહ ભગવાનસિંહ જાડેજા, ભગવતીપ્રસાદ ભગવાનજી ધામેચા, રે. જામનગરવાળાઓ જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૧પપ૦ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

લાવડીયા ગામે જુગાર રમતા નવ ઝડપાયા

અહીં પંચ 'બી' પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. કરણસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૦૧૮ના લાવડીયા ગામ વાડી વિસ્તાર માં આ કામના આરોપી અશોક બચુભાઈ ગંઢા ની ખોખરા સીમમાં આવેલ વાડીએ આ કામના આરોપીઓ અશોક બચુભાઈ ગંઢા, અમીત જગદીશભાઈ ચાંદ્રા, ચંદ્રેશ અશોકભાઈ નંદા, કપિલ અશોકભાઈ ગંઢા, જયેશ ગોવિંદભાઈ નંદા, રજનીકાંત રઘુભાઈ ગંઢા, કલ્પેશ કાંતિલાલ ચાંદ્રા, મનોજ રમેશભાઈ ફલીયા, બળદેવભાઈ મુળજીભાઈ સોનગરા રે. નારણપુર, જિ. જામનગરવાળાઓ આ કામના અશોકભાઈનીવાડી ઓરડીમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે નાલ ના નાણા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩ર૦૪૦ તથા મોટરસાયકલ – ૩ કિંમત રૂ.૭પ,૦૦૦ મળી કુલ રૂ.૧,૦૭,૦૪૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

શેઠવડાળા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

શેઠ વડાળા પોલીસ સ્ટેશનના નવલભાઈ નારણભાઈ આસાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૦૧૮ના શેઠવડાળા સોસાયટીમાં આ કામના આરોપી રાજુભાઈ મગનભાઈ શીતાપરા, રાજુભાઈ હરસુખભાઈ રાણાવાડિયા, વિપુલભાઈ ચંદુભાઈ પરમાર, ખોડાભાઈ જીણાભાઈ પરમાર, ભુપતભાઈ હકાભાઈ પાટડિયા, મહેશભાઈ વલ્લભભાઈ પાટડીયા, મહેશભાઈ કરશનભાઈ મકવાણા રે. શેઠવડાળા વાળા ઓ જાહેરમાં લાઈટના અજવાળે ગોળકુંડાળુવળી ગંજીપતાના પાના વડે તીનપતી નામનો રોનપોલીસ જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ૧૮૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:21 pm IST)