Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ચોટીલા લોહાણા સમાજ આકરા પાણીએ : લંપટ ધવલ ત્રિવેદી ન ઝડપાય તો આંદોલન - હાઇવે ચક્કાજામ

વિશાળ રેલી યોજી ડે.કલેકટરને આવેદન પાઠવાયુ : સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવા માંગ

ચોટીલા લોહાણા સમાજે લંપટ ધવલ ત્રિવેદીની ધરપકડ કરવાની ઉગ્ર માંગ સાથે વિશાળ રેલી યોજી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર - હેમલ શાહ, ચોટીલા)

ચોટીલા તા. ૨૧ : નામચીન અને લંપટ ધવલ ત્રિવેદીએ એક દિકરીનું અપહરણ કર્યાનાં દસ દિવસ થવા છતા સ્થાનિક પોલીસ કોઇ નક્કર કાર્યવાહી ન કરી શકતા સમગ્ર લોહાણા સમાજે રેલી કાઢી તપાસ સીઆઇડી ક્રાઇમને સોપવા ડે. કલેકટરને આવેદન આપી માંગણી કરેલ છે.

લોહાણા મહાજનનાં આગેવાનો સાથે સમાજે ફિટકારનાં સુત્રો અને તપાસની માંગના નારા સાથે ચોટીલા શહેરનાં મુખ્ય ટાવરચોક થી શહેરનાં મુખ્ય માર્ગ પર રેલી કાઢી ફરી આંદોલનની ચીમકી સાથે પ્રાત અધિકારીને આવેદન આવેદન આપેલ હતું તે વખતની તસ્વીર આવેદનમાં લોહાણા મહાજન સમાજેઙ્ગ જણાવ્યું છે કે ગત તા. ૧૧ના સમાજની દિકરીનું અપહરણ થયેલ છે કરનાર આરોપી જેલમાંથી પેરોલ ઉપર છુટેલ કેદી ધવલ ત્રિવેદી છે જે બળાત્કાર અપહરણ જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા ભોગવે રહ્યો હતો. આ શાતીર ગુન્હેગારે પેરોલ ઉપર છુટી તાજેતરમાં ચોટીલામાં ટયુશન કલાસ શરૂ કરેલ અને દશ જ દિવસમાં એક દિકરીને ભોળવી લલચાવી તેની જાળમાં ફસાવી અપહરણ કરી ભાગી છુટેલ છે

આરોપી ધવલ હરિશ્ચંદ્રભાઇ ત્રિવેદી હવસખોર, વિકૃત માનસિકતા વાળો ગુજરાતમાં નામચીન ગુનેગાર છે અગાઉ ૭ થી ૮ નાની મોટી દિકરીઓને તેની જાળમાં ફસાવેલ છે અમારા સમાજની દિકરીનું ૧૦ દિવસથી અપહરણ થયેલ હોવા છતા સ્થાનિક પોલીસ કોઇપણ જાતની ભાળ મેળવી શકેલ નથી. ત્યારે સમસ્ત સમાજની નમ્ર વિનંતી છે આ ગંભીર ગુન્હાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોપવા અનુરોધ સાથે માંગણી કરેલ છે તેમજ આ બાબતે તાત્કાલીક અસરથી કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવેતો આગામી તા. ૨૩/૮ થી સમગ્ર લોહાણા સમાજ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉપવાસ ઉપર ઉતરશે તેમજ હાઇવે ચક્કાજામ કરવા મજબુર બનશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે.

(3:17 pm IST)