Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ધ્રાંગધ્રાના સોખડામાં ખેડૂતોના બોગસ બિલ બનાવીને કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ ?

વઢવાણ, તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે પણ ખેડૂત મગફળી વાવી પણ નથી અને એ પહેલા બોનસ પણ ખાતામાં રૂ. ૪,પ૦૦ ખાતામાં જમા આવી જતા ખળભળાટ સજાવા પામ્યો છે. જયારે ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના ખેડૂતે ૪પ૦૦ કિલો મગફળી વેચી હોવાના નામે ખોટા બિલો બનાવવામાં આવ્યા છે જેની રકમ ૧.૯પ લાખ ઉપરાંત બિલોમાં સહી પણ કરાવી હોવાની ચોકાવનારી માહિતી હાલમાં બહાર આવેલ છે.

ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ સોખડા ગામના વતની અને ખેડુત અમિતભાઇ રમણીકલાલ પટેલ સીઝન પ્રમાણે કપાસ સહિતનું પાકનું વાવેતર કરે છે ત્યારે ઓગષ્ટ માસમાં એવો ફોન કરવામાં આવ્યો કે તમારા પાક વિમાના મગફળીના રૂ. ૪પ૦૦ રૂ. જમા કરાવવાના છે તમારો ખાતા નં. આપો એ સમયે તેમણે દલીલ કરેલ હતી કે મેં મગફળીનું વાવેતર કયું જ નથી . મે તો કપાસ વાવ્યો છે ?  ને મગફળીના વાવેતરનો વીમો શા માટે ? અને મગફળીનો વિમો પણ ખેડૂતે લીધો પણ નથી રૂ. આવે કેવી રીતે ? તેમ ચર્ચાય છે. હવે આ બિલના નામે કરાયેલ કરોડોની રોકડી અને કટકીમાં ભાગીદાર કોણ છે ? એ મોટો તપાસનો વિષય બન્યો છે ? ત્યારે તપાસનો રેલો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામે પહોંચ્યો હોવાનું ચર્ચાય છે.

(3:16 pm IST)