Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગુજરાતી ફિલ્મ 'શુ થયુ'નાં કલાકારો સાથે વાંકાનેરની પ વર્ષની યુટયુબ ગર્લ ધ્યાની જાની ધૂમ મચાવે છે

મોરબી તા.૨૧ : યુ ટયુબ પર ધૂમ મચાવનાર લીટલ ગર્લ ધ્યાની જાની લોકપ્રિયતાના શિખરો સર કરી રહી છે તો ગુજરાતી ફિલ્મ શું થયુ આગામી દિવસોમાં રીલીઝ થઇ રહી છે ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ધ્યાનીનો વિડીયો બનાવી તેની યુ ટયુબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યો છે જે વિડીયોએ ધૂમ મચાવી છે.

ગુજરાતી ફિલ્મ શું થયુ રિલીઝ થવાને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યુ છે અને ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યુ છે ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા મોરબી જીલ્લાના વાંકાનેરની ધ્યાની જાનીને બોલાવી સ્પેશ્યલ એપીસોડ શૂટ કરવામાં આવ્યો હતો અને ધ્યાની જે યુ ટયુબમાં પ્રસિધ્ધ બની છે જેની યુ ટયુબ ચેનલ ધ યાની ટયુબ જેમા લાખો સબસ્ક્રાઇબર છે અને તેના વિડીયોને લાખો વ્યુ મળી રહ્યા છે. જેથી ફિલ્મના પ્રમોશન માટે સ્પેશ્યલ એપીશોડ શૂટ કરવામાં આવેલ. જે વિડીયો ધ્યાનીની યુ ટયુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. તો વિડીયો અપલોડ કર્યાના પ્રથમ દિવસે ૧૪૦૦૦થી વધુ લોકોએ વિડીયો જોયો હતો અને શું થયુ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ધ્યાનીએ ખૂબ મસ્તી કરી હતી અને તેનો જન્મદિવસ હોવાથી કેક કાપીને સેલીબ્રેટ કર્યો હતો પોતાની ઢીંગલી ધ્યાનીની પ્રગતિથી પિતા ધવલભાઇ જાની અને ધ્યાનીની માતા ખૂબ જ ખૂશ છે. તો તેની યુટયુબ ચેનલ પર પણ તેના ચાહકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પાંચ વર્ષની ધ્યાનીની લોકપ્રિયતાથી પ્રભાવિત થઇને પ વર્ષની ધ્યાની જાની સાથે શુ થયુ (છેલ્લો દિવસ) મૂવીના સ્ટાર્સ સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો અને યુટયુબ પર હાલ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને આ વિડીયોના ૩.૮૦ લાખ વ્યુ થયા છે જયારે ૨.૯૦ લાખ સબસ્ક્રાઇબર થયા છે. જયારે ચેનલના કુલ વ્યુ ૭.૧૫ કરોડ થયા છે.(૪૫.૧૧)

(12:09 pm IST)