Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

તરણેતર મેળામાં વિજયભાઇ રૂપાણીને સુરેન્દ્રનગરના યુવકે રપ હજારમાં બનાવેલ છત્રી અર્પણ કરાશે

વઢવાણ તા. ર૧ :.. સુરેન્દ્રનગરના યુવાને કલાત્મક છતરી બનાવી... તરણેતરના મેળામાં આ કલાત્મક છતરી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરશે. છત્રીની કિંમત રૂ. રપ૦૦૦ હોવાનું જણાવેલ છે.

વઢવાણ-સુરેન્દ્રનગર શહેરનો સામાન્ય પરિવારનો કોળી સમાજનો યુવાન મહાદેવ છેલ્લા બે માસથી મહેનત કરી અને એક કલાત્મક છત્રી બનાવી છે.

આ છત્રી લોકવરણ અને ખાસ કરીને તરણેતરના  મેળામાં છત્રીનું આગવી ઓળખ અને એક આગવુ સ્થાન આપવામાં આવેલ છે.

જયારે સુરેન્દ્રનગરના આ યુવાન મહાદેવ નામના યુવાને છત્રીમાં કલા કસળ અજમાવ્યું અને છત્રી તૈયાર કરી છે. આ છત્રી મહાદેવને  તૈયાર કરવામાં બે માસ જેવો સમય લાગ્યો હતો.

જયારે મહાદેવની કલાત્મક બનાવેલ છત્રીની કિંમત અને સુરેન્દ્રનગર-જોરાવનગર રાસ મંડળીઓ દ્વારા રૂ. રપ૦૦૦ માં છત્રીની માગ થઇ હોવાનું જણાવેલ છે. પરંતુ મહાદેવે આ છત્રી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરશે. હાલ આ છત્રીને નિહાળવા રાજકીય લોકોથી લઇ વેપારી સહિતના આવે છે. (પ-૧૧)

 

(12:09 pm IST)