Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગોંડલ : અતિ પછાત વર્ગને સરકારી ખરાબાની જમીન ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત

ગોંડલ તા.૨૧ : ગોંડલ શહેર તાલુકા તેમજ ગુજરાત રાજયમાં વસવાટ કરતા અનુસુચિત જાતિ, જનજાતિ તેમજ પછાત વર્ગના લોકોને સરકારી પડતર જમીન પાંચ એકર ફાળવવા અંગે રજૂઆત ધ્યાને લઇને મુખ્યમંત્રી દ્વારા જે તે અધિકારીઓને સુચનાઓ આપેલ અને આ દિશામાં કામગીરી ન કરતા લોકજન શકિત પાર્ટીના શહેરમંત્રી કરશનભાઇ મકવાણાએ મુખ્યમંત્રી સહિતનાને લેખીત રજૂઆત કરીને આગામી સમયમાં ન્યાય માટે ઉપવાસ ધરણા આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત તા.૨-૯-૨૦૧૬ની અરજીને ધ્યાને લઇને મહેસુલ વિભાગ સરકારી ઠરાવ સાથેનો નવો ઠરાવ જમીનનો નિકાસ માટે ગુજરાત રાજયના નાયબ કલેકટરશ્રીઓને સૂચનાઓ આપવામાં આવેલ તેમ છતા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.  આગામી લોકસભાની ચૂટણી ધ્યાને લઇને ઉપરોકત ઠરાવ મુજબ જરૂરિયાત પછાત  તેમજ અતિપછાત વર્ગના લોકોને પ એકર ખરાબાની જમીન ફાળવી આપવા મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ, રાજયપાલ શહેરી વિકાસ સહિતનાને કરશનભાઇ મકવાણાએ લેખીત રજૂઆત કરી છે. અંતમાં ઠરાવ નકલ હુકમની નકલ પણ સામેલ હોવા અંગે નોંધ લેવી આ રજૂઆત ધ્યાને લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં નાછુટકે ઉપવાસ ધરણા તેમજ આત્મવિલોપન કરવાની રજૂઆતમાં જણાવ્યું હતુ.(૪૫.૯)

(12:08 pm IST)