Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

હળવદ મહર્ષિ ગુરૂકુળમાં અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ

હળવદ : મહર્ષિ ગુરૂકુલ ખાતે ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી અને સર્વ શિક્ષા અભિયાનના પ્રણેતા શ્રધ્ધેય અટલ બિહારી બાજપેયજીને પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. મહર્ષિ ગુરૂકુલ કેમ્પસના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફના લોકોએ અટલજીનું વ્યકિતત્વ જાણ્યુ હતુ. અટલજીના માનમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતુ. ઉપરાંત પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર રજનીભાઇ સંઘાણીએ ભારતને કયારેય ભરી ન શકાય એવી ખોટ પડી છે. એવું જણાવી દુઃખ વ્યકત કર્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હળવદ) (૪૫.૪)

(12:08 pm IST)
  • દ્વારકા હેરોઇન સ્મગલિંગ કેસમાં નવા ધડાકા: સમુદ્ર માર્ગે ભારતમાં ૩૦૦ કરોડનું હેરોઇન ઘુસાડવામાં આવ્યું. access_time 10:03 pm IST

  • રાત્રે 9 વાગ્યે રાજકોટમાં ધીમીધારે ફરીવાર વરસાદ ચાલુ :બપોર બાદ ધોધમાર વરસાદ બાદ રાત્રે ફરી વહાલ વરસાવતા મેઘરાજા :રસ્તાઓ સતત ભીના access_time 9:56 pm IST

  • ૨૩મીએ સોમનાથ ટ્રસ્ટની બેઠક રાજભવન ખાતે મળશે : કેશુભાઇ પટેલ ઉપરાંત નરેન્દ્રભાઇ-અમિતભાઇ સહિત તમામ ૭ ટ્રસ્ટી ઉપસ્થિત રહેશેઃ કેશુભાઇની અધ્યક્ષતામાં બેઠક મળશે access_time 3:22 pm IST