Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જસદણ શાંતિ નિકેતન સ્કુલમાં અટલજીને શ્રધ્ધાંજલી

જસદણ - આટકોટ : જસદણ તાલુકાની સ્પેન.પ્રા.લી. કંપની સંચાલીત જસદણ શહેરની શાંતિનિકેતન ઇંગ્લિશ મિડીયમ અને વિદ્યાનિકેતન ગુજરાતી મિડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપાયેને સંસ્થામાં બે મિનિટ મૌન પાળીને ડિરેકટર ડો.કમલેશભાઇ હિરપરા સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પી હતી. સંસ્થાના તમામ કર્મચારીગણ, પ્રિન્સીપાલશ્રીઓ જોડાયા હતા. સંસ્થાના એચઓડી પ્રકાશ પ્રજાપતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયેની કાર્યપધ્ધતી, શાસન પધ્ધતી અને કવિતાના શબ્દો દ્વારા ઘણુ બધુ કહી આપવાની એમની પધ્ધતી જણાવી હતી. (તસ્વીર - અહેવાલ : કિરીટ પંચોલી (આટકોટ) ધર્મેશ કલ્યાણી (જસદણ)(૪૫.૩)

(12:07 pm IST)